બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big Patidar leader joins AAP tomorrow attends Kejriwal s rally in Gariyadhar

ચૂંટણીલક્ષી / આવતીકાલે મોટા પાટીદાર નેતા AAPમાં જોડાશે, ગારિયાધરમાં કેજરીવાલની સભામાં રહેશે હાજર

Kishor

Last Updated: 06:52 PM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા આવતીકાલે ગારિયાધરમાં કેજરીવાલની સભામાં AAPમાં જોડાશે.

  • અલ્પેશ કથિરીયા આવતીકાલે AAPમાં જોડાશે
  • ગારીયાધાર ખાતે કેજરીવાલની સભામાં AAP માં જોડાશે
  • ધાર્મિક માલવિયા પણ જોડાશે AAPમા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા ગુજરાતમાં પાટીદારોમાં મજબૂત પકડ ધરાવતા અલ્પેશ કથીરિયા AAPમાં જોડાશે. આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આવતીકાલે ગારિયાધરમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની સભામા તેઑ આપમાં જોડાઈ તેવું જાણવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. ત્યારે કાલે અમરેલીના ગારીયાધારમાં સવારે જનસભાને સંબોધન કરશે. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતની મુલાકાતે છે. આ વેળાએ આપના નેતાઓની હાજરીમાં જ અલ્પેશ કથિરીયા AAPમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ કથિરીયા પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલના સાથી રહી ચૂક્યા છે અને સમાજમાં આગવી ચાહના ધરાવતા હોવાથી AAPને આગામી ચૂંટણીમાં સારો ફાયદો થઇ શકે છે.

અગાઉ જાગી હતી ચર્ચા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં અલ્પેશ કથીરિયાને લઇને ગુજરાતના રાજકારણમાં કેટલાય સમયથી ચર્ચા ચાલતી હતી. અગાઉ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ શકે છે તેવી શક્યતા સેવાઇ હતી. અગાઉ કોંગ્રેસમાં જોડાવાની વાતે પણ જોર પકડયું હતું. તેવામાં અલ્પેશ કથીરિયાએ  નિવેદન આપી ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા ગણાવી હતી. સરકાર પાટીદારોની માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી હું ભાજપમાં નહિ જોડાવ તેવું નિવેદન પણ અલ્પેશ કથીરિયાએ આપ્યું હતું.

ધાર્મિક માલવિયા પણ જોડાશે AAPમાં
પહેલા ભાજપમાં જોડાવાની વાતને લઇને અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, આ વાત માત્ર ચર્ચા છે, આમાં કોઈપણ પ્રકારની તથ્યતા નથી. અમારી  માંગણી ખૂબ જ સ્પષ્ટ છે. આ સરકાર અને આ પાર્ટી સામે અમારી માંગણીઓ છેલ્લા 6 વર્ષથી પેન્ડિંગ છે. શહીદ પરિવારને નોકરી ફાળવવામાં આવે અને સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ ઉપરના કેસો પરત ખેંચવામાં આવે. આ બે મુદ્દા પર સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. આવનારા દિવસોમાં સરકાર આ બાબતે શું કાર્યવાહી કરી રહી છે આ તમામ બાબતો પર ધ્યાન નજર રાખી રહ્યા છે. જે બાદ રાજકીય પ્રકારના નિર્ણય અમે જાહેર કરીશું. આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે, તેમને ભાજપ,કોંગ્રેસ અને AAPમાંથી ઓફર આવી છે. ત્યારબાદ હવે આ અટકળોના અંત સમાન અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા સહીતના ગારીયાધાર ખાતે કેજરીવાલની સભામાં AAP માં જોડાશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ