ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / big news gujarat new cabinet minister take oath may be today

ગાંધીનગર / બિગ બ્રેકિંગ : ગુજરાતમાં નવા મંત્રીઓની શપથવિધિ આજે જ યોજાય તેવી શક્યતા, જાણો કાર્યક્રમ

Published By: Kavan

Last Updated: 12:16 PM, 15 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરે 4 વાગ્યે યોજાશે સમારોહ, સવારે 11 વાગ્યે તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાનો આદેશ : સૂત્રો

ADVERTISEMENT

  • CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો તખ્તો તૈયાર
  • 16 સપ્ટેમ્બરને બદલે આજે મંત્રીમંડળની શપથવિધિ: સૂત્ર
  • 11 વાગ્યા પહેલા ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા આદેશ: સૂત્ર

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 16 સપ્ટેમ્બરને બદલે આજે જ CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ યોજાઇ શકે છે. સવારે 11 વાગ્યે તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાનો આદેશ આપી દેવાયો હોવાના સમાચાર છે. બપોરે 4 વાગ્યે સમારોહ યોજાશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.

વિજય રૂપાણીના રાજીનામાં સાથે ગુજરાતના તમામ મંત્રીઓના રાજીનામાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા લઈ લેવામાં આવ્યા હતા. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી તેમની 13 સપ્ટેમ્બરના રોજ શપથવિધી થઈ હતી પરંતુ તેમને મંત્રીમંડળ સાથે નહીં પરંતું એકલા જ શપથવિધી કરી હતી કારણ કે મંત્રીઑના નામની જાહેરાત બાકી હતી તેની પર આખરી મહોર લાગવાની બાકી હતી. અમિત શાહ જ્યારે શપથવિધીના કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે મંત્રીઓના નામ પર ગહન ચર્ચા થઈ હતી ત્યારે બાદ   નવા મંત્રીમંડળનો તખ્તો તૈયાર કરાયો હતો અને હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાલે તમામ ધારાસભ્યોને ગાંધીનગર 11 વાગ્યા પહેલા પહોંચવાનો આદેશ જારી કરી દેવાંમાં આવ્યો છે.   પહેલા વાત હતી કે 16 સપ્ટેમ્બરે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મંત્રી મડળ શપથ લેશે પરંતુ પ્રાથમિક માહિતી મુજબ તાબડતોબ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. અને આજે જ મંત્રીઑના નામની જાહેરાત સાથે જ બપોરે 4 વાગ્યે શપથવિધિ પણ કરાવી નાખવામાં આવી શકે છે.

જાતિનાં આધારે આગામી મંત્રીમંડળ કરાશે તૈયાર

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતનાં રાજકારણમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે, એક ખાસ માસ્ટર પ્લાન હેઠળ ભારતીય જનતા પાર્ટી પોતાના મુખ્યમંત્રીઓને બદલી રહ્યું છે ત્યારે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સ્વરૂપે નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભૂપેન્દ્ર પટેલની વરણી બાદ ફરીવાર પાટીદાર સમાજ પર જ વિધાનસભા ચૂંટણીનો દારોમદાર હોય તેવું દેખાઈ રહ્યું છે, પાટીદારોની માંગ પ્રમાણે ભાજપે પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા છે ત્યારે હવે બધાની નજર રાજ્યનાં નવા મંત્રીમંડળ પર છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોને ખુશ કરવા પ્રયાસ કર્યા છે ત્યારે હવે જ્ઞાતિનાં આધારે જ જુદા જુદા મંત્રીઓને સ્થાન આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.

ચાર પાટીદાર મંત્રીઓના પત્તાં કપાઈ શકે

સૂત્રો અનુસાર ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ નવા મંત્રીઓને સ્થાન આપવા જઈ રહી છે ત્યારે ચાર પાટીદાર, બે ક્ષત્રિય, એક આદિવાસી, એક આહીર, એક કોળી, એક બ્રહ્મ સમાજના મંત્રીનું પત્તું કપાશે તેવી માહિતી સામે આવી રહી છે.

કોણ CM ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાંથી થઈ શકે બાકાત

રાજ્યની સરકારમાં અત્યાર સુધીમાં પાટીદારોનાં દિગ્ગજ નેતા નીતિન પટેલ નંબર બેની ભૂમિકામાં રહ્યા છે અને ડેપ્યુટી સીએમ પદ પર તેઓ હતા ત્યારે હવે મુખ્યમંત્રી જ પાટીદાર હોવાથી નીતિન પટેલનાં પદને આશંકા ઊભી થઈ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને પાટીદાર હોય તેવું રહ્યું નથી ત્યારે નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતાનું પણ મંત્રીમંડળમાંથી પત્તું કપાઈ શકે છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર નીતિન પટેલનાં સ્થાને ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

BIG NEWS Cabinet Minister Gujarat Vidhan sabha minister ગુજરાત gandhinagar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ