બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / big news for lrd recruitment hasmukh patel tweet

BIG NEWS / પોલીસ ભરતી માટે દોડની તારીખ જાહેર, પહેલા PSIમાં અરજી કરેલા ઉમેદવારો દોડશે, જુઓ હસમુખ પટેલે શું કહ્યું?

Kavan

Last Updated: 10:01 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LRD ભરતીના ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે.

  • પોલીસ ભરતી અંગે IPS હસમુખ પટેલનું ટ્વિટ
  • "ભરતીની શારીરિક કસોટી ડિસેમ્બરના પ્રથમ 10 દિવસમાં શરૂ થશે"
  • "શરૂઆતમાં PSI ઉમેદવારની શારીરિક કસોટી લેવાશે"
  • "50 થી 60 દિવસમાં LRDની શારીરિક કસોટી પૂર્ણ થવાની સંભાવના"

લોક રક્ષક તેમજ PSIની પરીક્ષા માટે અરજી લેવાનું ચાલુ થઈ ગયું છે અત્યાર સુધી 5 લાખથી પણ વધુ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે દોડને લઈને લોક રક્ષક દળના અધ્યક્ષ હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે. ભરતીની શારીરિક કસોટી ડિસેમ્બરના પ્રથમ દસ દિવસમાં શરૂ થશે.

ડિસેમ્બરના પ્રથમ દસ દિવસમાં શરૂ થશે ભરતીની કસોટી

શરૂઆત પો.સ.ઇ ઉમેદવારથી થશે. 20 - 25 દિવસમાં પો.સ.ઇની કસોટી તથા 50 - 60 દિવસમાં પો.સ.ઇ તથા લોક રક્ષક બંનેની શારીરિક કસોટી પૂરી થવાની સંભાવના છે. ઉમેદવારો તૈયારીમાં લાગ્યા રહશે.જેમણે પોલીસ સબ ઈન્સ્પેકટરનું ફોર્મ ભરેલું હોય - પો.સ.ઇનું એકલાનું અથવા પો.સ.ઇ અને લોક રક્ષક બંનેનું-   તેમને શરૂઆતમાં શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે.

ભરતીને લઈ કોઈ સમસ્યા હોય તો નીચેના નંબર પર કોલ કરી શકાય

લોકરક્ષક ભરતીના ઉમેદવારોના પ્રશ્નો અંગે ભરતી બોર્ડની ઓફિસ ખાતે ત્રણ દિવસ માટે વધારાની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. શનિ રવિ-સોમ, ત્રણ દિવસ માટે
સમય સવારે 10 30 થી સાંજે 06:00 સુધી નીચે જણાવેલ નંબર પર કોલ કરી LRD ભરતીમાં કોઈ પ્રશ્ન મુંઝવતો હોય તો ફોન કરી શકાશે

ટેલીફોન નંબર:
9104654216
8401154217
7041454218

સંકળાયેલા મુદ્દાઓ

LRD
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ