બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / વિશ્વ / Big decision on the return of Indians in the ship captured by Iran

Iran Israel War / ઈરાન દ્વારા પકડાયેલા જહાજમાં 17 ભારતીયોની વાપસી મુદ્દે લેવાયો મોટો નિર્ણય, સ્વીકારાઇ વિદેશમંત્રીની માંગ

Priyakant

Last Updated: 03:51 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran Israel War Latest News : ઈરાન દ્વારા પકડાયેલા ઈઝરાયેલના જહાજમાં સવાર 17 ભારતીયોની ભારત સરકારના પ્રતિનિધિઓ સાથેની બેઠકને લીલી ઝંડી

Iran Israel War : ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ભારે અસ્થિરતાનો માહોલ છે. આ હુમલાથી મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. આ બધાની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારત સરકારે ઈરાન દ્વારા પકડાયેલા ઈઝરાયેલના જહાજમાં સવાર 17 ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ હવે ઈરાન સરકારે આ ભારતીયોની ભારત સરકારના પ્રતિનિધિઓ સાથેની બેઠકને લીલી ઝંડી આપી દીધી છે.

ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દુલ્લાહિયાનું કહેવું છે કે, તેહરાન ટૂંક સમયમાં જ ભારતીય સરકારી અધિકારીઓને MSC Aries જહાજમાં સવાર ભારતીયોને મળવાની મંજૂરી આપશે. ઈરાનના વિદેશ મંત્રીનું કહેવું છે કે, તેમની સરકાર પકડાયેલા જહાજની વિગતો એકઠી કરી રહી છે. 17 ભારતીયો સાથે ભારત સરકારના પ્રતિનિધિઓની બેઠક અંગેની માહિતી ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે. 

વિદેશમંત્રી એસ જયશંકરે કર્યો હતો ફોન 
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં તેમના ઈરાનના સમકક્ષ હુસૈન અમીર-અબ્દુલ્લાહિયન સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે 17 ભારતીય નાગરિકોની મુક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન જયશંકરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતી દુશ્મનાવટને લઈને તણાવ ટાળવા, સંયમ રાખવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કર્યું હતું. 

નોંધનિય છે કે, તાજેતરમાં જ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા ઈઝરાયલના જહાજ MSC Ariesને પકડી લીધું હતું. આ જહાજ લંડનનું ઝોડિયાક મેરીટાઇમ છે, જે ઇઝરાયેલના અબજોપતિ આઇલ ઓફરના રાશિચક્ર જૂથનું છે. આ જહાજ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના એક બંદરેથી રવાના થયું હતું. MSC Aries છેલ્લે ગયા શુક્રવારે દુબઈથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તરફ જતી જોવા મળી હતી. બાદમાં પુષ્ટિ થઈ કે ઈરાને આ જહાજ કબજે કરી લીધું છે. આ જહાજમાં કુલ 25 લોકો સવાર હતા જેમાંથી 17 ભારતીય હતા.

વધુ વાંચો : માઇક્રોસૉફ્ટ યુઝર્સ એલર્ટ! સિક્યોરિટીને લઇ સરકારી એજન્સીએ કરી વૉર્નિંગ જાહેર, કહ્યું 'તુરંત આ કામ કરો'

ઈરાનનો અડધી રાત્રે ઈઝરાયેલ પર હુમલો
ઈરાને 13 એપ્રિલની મધ્યરાત્રિએ ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. ઈરાને ઈઝરાયેલ પર 300 થી વધુ વિવિધ પ્રકારના ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં કિલર ડ્રોનથી લઈને બેલિસ્ટિક મિસાઈલો અને ક્રુઝ મિસાઈલોનો સમાવેશ થાય છે. ઇઝરાયલી સેનાએ એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી હતી. ઈઝરાયલ આર્મી IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે ઈરાને ઈઝરાયેલ પર સીધો હુમલો કર્યો છે. ઇઝરાયલે આમાંથી મોટાભાગની મિસાઇલો એરો એરિયલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડી હતી. એવું કહેવાય છે કે ઇઝરાયેલે ઇરાનના 99 ટકા હવાઈ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. આ હુમલા બાદ અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશો ઈઝરાયેલની મદદ માટે આગળ આવ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ