બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મુંબઇ પોલીસના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, ત્રણ મૃત્યુ પામેલા કર્મચારીઓની અને અન્ય પોલીસ કર્મચારી, જેમણે કોરોના વાયરસના સંક્રમણની સારવાર થઇ રહી હતી, તેમની ઉંમર 50 વર્ષથી વધારે છે. આજ કારણએ અમે આ પોલીસ કર્મચારીઓને તથા અધિકારીઓની રક્ષા કરવાનો નિર્ણય કર્યો છે, જેમની ઉંમર 55 વર્ષથી વધારે છે અને પહેલાથી કોઇ બિમારીથી પીડિત છે એવા પોલીસ કર્મચારીઓને ઘરે રહેવા માટે કહેવામાં આવ્યુ છે. ઉંમરને કારણે પોલીસ કર્મચારીઓની વધારે ખતરો છે આજ કારણે તેમને રજા પર રહેવા માટેની અનુમતિ આપવામાં આવી છે.
આ સિવાય અધિકારીએ આગળ જણાવ્યુ કે, મુંબઇ પોલીસ કર્મચારીઓની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે તેમાંથી 20000 લોકોને મલ્ટી વિટામિન તથા પ્રોટીનના સપ્લીમેન્ટ આપવામાં આવી રહ્યા છે. મલેરિયા રોધી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનની ગોળીઓ 12000 કર્મચારીઓને ડોક્ટરનો દેખરેખમાં આપવામાં આવી રહી છે. પોલીસ કર્મચારી માટે વિશેષ હોસ્પિટલ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 57 વર્ષના હેડ કોન્ટસ્ટેબલના કેઇએમની હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો, તેમણે ત્યાં લઇ જતા પહેલા ઓછામાં ઓછી 3 હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેમણે દાખલ કરવાનો ઇન્કાર કર્યો હતો.
ADVERTISEMENT
આ સાથે રાજ્ય સરકાર દ્વારા મૃતક પોલીસ કર્મચારીઓના પરિવારને 50 લાખ રૂપિયાની રાશિ આપવામાં આવી છે. મુંબઇમાં તમામ કોવિડ હોસ્પિટલમાં પોલીસ કર્મચારીઓ માટે બેડ સુરક્ષિત છે. આ સિવાય તમામ પોલીસ કર્મચારીઓને પ્રયાપ્ત સંખ્યામાં PPE, ફેસ માસ્ક, હેન્ડ સેનિટાઇઝર, ફેસ શીલ્ડ આપવામાં આવી છે. ભોજનની કિટ, રાશન, ગરમ પાણીની બોટલ, ચેક પૉઇન્ટ પર પંડાલની સુવિધા પણ પોલીસ કર્મચારીઓને આપવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.