બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Big decision of BCCI before IPL 2024 finding a place in the BCCI Central Contract List

IPL 2024 / IPL પહેલા આ બે ખેલાડીઓના ભાગ્ય ખીલી ઉઠ્યાં, મળ્યું BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સ્થાન

Megha

Last Updated: 09:45 AM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બે ખેલાડીઓને IPL 2024 પહેલા સારા સમાચાર મળ્યા છે. ભારતના બેટિંગ સ્ટાર સરફરાઝ ખાન અને વિકેટકીપર ધ્રુવ જુરેલને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફેબ્રુઆરીના અંતમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદી બહાર પાડી હતી જેમાં બોર્ડે કેટલાક દિગ્ગજ ખેલાડીઓને સ્થાન નહતું મળ્યું અને ઘણા યુવા ખેલાડીઓને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. હવે BCCIએ સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને પણ ખુશખબર આપી છે. તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં બંને ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરી હતી. સરફરાઝ અને જુરેલે આ સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું અને 3-3 ટેસ્ટ મેચ રમી હતી.

ભારતના નવા બેટિંગ સ્ટાર સરફરાઝ ખાન અને વિકેટકીપર ધ્રુવ જુરેલને 1 કરોડ રૂપિયાની વાર્ષિક રિટેનરશિપ ફી સાથે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ગ્રુપ Cમાં સામેલ કરવામાં આવ્યા હતા. સોમવારે યોજાયેલી BCCI એપેક્સ કાઉન્સિલની બેઠક દરમિયાન આ બંનેના નામોને મંજૂરી આપવામાં આવી હતી.

બીસીસીઆઈએ તેના વચન મુજબ ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કર્યા છે. બંને યુવા ખેલાડીઓને 2023-24 માટે કરારબદ્ધ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. જુરેલ અને સરફરાઝ ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ રમ્યા બાદ જ કોન્ટ્રાક્ટ માટે લાયક બન્યા હતા. બોર્ડે બેટ્સમેન શ્રેયસ ઐયરની અવગણના કરી છે. બોર્ડે રણજી ટ્રોફી રમવાની સલાહનું પાલન ન કરવા બદલ અય્યર અને ઈશાન કિશનને યાદીમાંથી હટાવી દીધા હતા.

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવા માટે, સરફરાઝ અને ધ્રુવે ઓછામાં ઓછી 3 ટેસ્ટ અથવા 8 ODI અથવા 10 T20 મેચ રમવાની જરૂર હતી. બંને બેટ્સમેનોએ ઈંગ્લેન્ડ સામે 3 ટેસ્ટ મેચોમાં ભાગ લીધો હતો. અગાઉ કોન્ટ્રાક્ટ લિસ્ટ બહાર પાડતી વખતે, BCCIએ એક નિવેદનમાં કહ્યું હતું કે, "જે એથ્લેટ્સ આપેલ સમયગાળામાં ઓછામાં ઓછી 3 ટેસ્ટ અથવા 8 ODI અથવા 10 T20I રમવાના માપદંડને પૂર્ણ કરે છે તેઓને ગ્રુપ Cમાં આપમેળે શામેલ કરવામાં આવશે.''

વધુ વાંચો: રિષભ પંતની બેટિંગ પર સુનીલ ગાવસ્કર ચિંતાતુર, કહ્યું 'બની શકે હવે એવી બેટિંગ જોવા ન મળે'

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ 
ગ્રેડ A+ - રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાજ, રવિન્દ્ર જાડેજા. 
ગ્રેડ A – આર અશ્વિન, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા. 
ગ્રેડ B - સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ. 
ગ્રેડ C - રિંકુ સિંહ, તિલક વર્મા, રુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન અને રજત પાટીદાર, સરફરાઝ ખાન વિકેટકીપર ધ્રુવ જુરેલ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ