બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Sunil Gavaskar worried about Rishabh Pant batting, said Maybe we won't see

IPL 2024 / રિષભ પંતની બેટિંગ પર સુનીલ ગાવસ્કર ચિંતાતુર, કહ્યું 'બની શકે હવે એવી બેટિંગ જોવા ન મળે'

Megha

Last Updated: 09:01 AM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિષભ પંત ફિટ છે આઈપીએલ 2024માં રમતા જોવા મળશે પરંતુ સુનીલ ગાવસ્કરના મતે પંત માટે ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં પાછા ફરવું ખૂબ મુશ્કેલ હશે.

લગભગ 15 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યા બાદ ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. ચાહકો તેમને મેદાન પર જોવા માટે આતુર છે અને તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે એક મોટી વાત કહી છે, જેનાથી દિલ્હી કેપિટલ્સના ચાહકો ચોંકી ગયા છે. 

ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરને લાગે છે કે રિષભ પંત માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની શરૂઆતમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં પાછા ફરવું ખૂબ મુશ્કેલ હશે. પરંતુ તેનું માનવું છે કે જ્યારે તે વધુ ને વધુ બેટિંગ કરવાનું શરૂ કરશે તો મેચની સ્થિતિ અનુસાર તેના ઘૂંટણ વધુ સારી રીતે વળી શકશે. ડિસેમ્બર 2022 માં કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયેલા પંત ઘણા મહિનાઓ પછી ક્રિકેટમાં પાછા ફરશે. 

એવામાં હવે અનુભવી ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પંતની બેટિંગ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, 'પંતની વાપસી ખૂબ મુશ્કેલ હશે. પરંતુ સારી વાત એ છે કે તેણે થોડું ક્રિકેટ રમ્યું છે. તેણે થોડી પ્રેક્ટિસ કરી છે. જો કે મેદાન પર એક સાથે ફલોમાં બેટિંગ કરવી થોડી મુશ્કેલ હશે.'

તેણે કહ્યું, 'જ્યારે તમે ઘૂંટણની ઈજા વિશે વાત કરો છો, ત્યારે ઘૂંટણમાં જે મૂવમેન્ટ થાય છે તેની અસર થાય છે. વિકેટકીપિંગ પણ મુશ્કેલ છે. પરંતુ બેટિંગમાં ઘૂંટણનું ખૂબ મહત્વ છે. તેથી, શક્ય છે કે શરૂઆતમાં ઋષભ પંતની એ જ બેટિંગ જોવા ન મળે જે આપણે જોતા હતા.'

વધુ વાંચો : મુંબઈ ઈન્ડિયન્સમાંથી ઓસ્ટ્રેલિયાનો ખેલાડી 'આઉટ', પાકિસ્તાનથી આવશે નવો તોફાની બોલર

આ સાથે જ ગાવસ્કરે કહ્યું, 'પંત એક એવો વિકેટકીપર છે જે સ્ટમ્પની પાછળથી મજેદાર ટિપ્પણીઓ કરતો રહે અને સંપૂર્ણ મનોરંજન કરતો રહે છે, કારણ કે વિકેટકીપરનું કામ અલગ-અલગ વાતો કહીને બેટ્સમેનનું ધ્યાન ભટકાવવાનું હોય છે. પરંતુ પંતમાં એટલી ક્ષમતા છે કે તે જે પણ બેટ્સમેનને નિશાન બનાવે છે, તે પણ હસે છે અને એન્જોય કરે છે. પરંતુ જો તેનું ધ્યાન ભટકી જાય તો તે ટીમ માટે ફાયદાકારક છે.'

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ