બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Mumbai Indians called up Pakistan's stormy bowler, the big player of the team from IPL 2024

IPL 2024 / મુંબઈ ઈન્ડિયન્સમાંથી ઓસ્ટ્રેલિયાનો ખેલાડી 'આઉટ', પાકિસ્તાનથી આવશે નવો તોફાની બોલર

Pravin Joshi

Last Updated: 09:59 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી કેટલીક સિઝનમાં તેમના મુખ્ય ઝડપી બોલરોની ઈજાનો સામનો કરવો પડ્યો છે. ગત સિઝનમાં તેનો સૌથી મહત્વનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે આખી ટુર્નામેન્ટ રમી શક્યો ન હતો.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની સિઝન શરૂ થવાના 4 દિવસ પહેલા જ હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સને મોટો આંચકો લાગ્યો છે. ટૂર્નામેન્ટની તૈયારી કરી રહેલ 5 વખતની ચેમ્પિયન મુંબઈનો મહત્વનો બોલર બહાર થઈ ગયો છે. ગત સિઝનમાં મુંબઈ માટે સારૂ પ્રદર્શન કરનાર ડાબોડી ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર જેસન બેહરેનડોર્ફ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. બેહરનડોર્ફની જગ્યાએ મુંબઈએ બીજા ડાબા હાથના ફાસ્ટ બોલરને બોલાવ્યો છે, જે થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનમાં બાબર આઝમની ટીમ માટે પોતાની પ્રતિભા બતાવી રહ્યો હતો.

 

મુંબઈ ઈન્ડિયન્સે સોમવારે 18 માર્ચના રોજ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે બેહરનડોર્ફ ઈજાને કારણે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. ઓસ્ટ્રેલિયાના આ ડાબા હાથના ફાસ્ટ બોલરે ગત સિઝનમાં મુંબઈ માટે 12 મેચમાં 14 વિકેટ ઝડપી હતી અને ટીમને પ્લેઓફમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે તેના સ્થાને મુંબઈએ ઈંગ્લેન્ડના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર લ્યુક વૂડને ટીમમાં સામેલ કર્યો છે. વુડ તેની મૂળ કિંમત રૂ. 50 લાખ પર ટીમ સાથે જોડાશે.

મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, ચેન્નાઈ સામેની મેચ પહેલા ઇજાગ્રસ્ત થયો  આ ખેલાડી | Mumbai Indians Joffra Archer is injured before the match played  against Chennai Super Kings

તોફાની ઝડપ વુડની વિશેષતા છે

ઈંગ્લેન્ડનો 28 વર્ષનો લ્યુક વુડ પહેલીવાર IPLમાં રમતા જોવા મળશે. આ પહેલા તે કોઈપણ ટીમની ટીમનો ભાગ પણ નહોતો. જ્યારે બેહરેનડોર્ફ મધ્યમ ગતિ સાથે તેની ચોક્કસ લાઇન-લેન્થને કારણે પ્રભાવ પાડે છે, ત્યારે લ્યુક વુડ તેની ઝડપી ગતિથી બેટ્સમેનોને છેતરવાની ક્ષમતા ધરાવે છે. તે સતત 140 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે.

શું રોહિત શર્મા છોડી દેશે મુંબઈ ઈન્ડિયન્સ? IPLમાં થઇ શકે છે મોટો ફેરફાર,  ફ્રેન્ચાઇઝીએ આપ્યો જવાબ | IPL 2024 rohit sharma auction latest update will  hitman leave mumbai indians

વધુ વાંચો : IPL શરૂ થાય એ પહેલા જ ગુજરાત ટાયટન્સનો આ બોલર ફૂલ ફોર્મમાં, મચાવી આયર્લેન્ડની મેચમાં ધમાલ

પાકિસ્તાનમાં પોતાની શક્તિ દેખાડી

પાકિસ્તાનમાં પોતાની ઝડપ બતાવ્યા બાદ હવે લ્યુક વુડ ભારતમાં પણ આ જ કારનામું બતાવવા આવી રહ્યો છે. બે દિવસ પહેલા જ લ્યુક વૂડ પાકિસ્તાન સુપર લીગમાં બાબર આઝમની કપ્તાની પેશાવર ઝાલ્મી ટીમ તરફથી રમી રહ્યો હતો. અહીં તેણે 11 મેચમાં 12 વિકેટ લીધી હતી અને તે પોતાની ટીમનો સૌથી સફળ બોલર હતો. જોકે, તે ટીમને ફાઇનલમાં લઈ જઈ શક્યો ન હતો અને ટીમ એલિમિનેટરમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. લ્યુક વૂડ ઈંગ્લેન્ડ તરફથી ટી20 ક્રિકેટ પણ રમી ચૂક્યો છે. આ બોલરે 5 T20 ઈન્ટરનેશનલ મેચમાં 8 વિકેટ લીધી છે. જોકે, 2 ODI મેચમાં તેની બેગ ખાલી રહી હતી. કુલ મળીને વુડે 140 T20 મેચમાં 147 વિકેટ લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો, 5 વખતની ચેમ્પિયન ટીમની પ્રથમ મેચ 24 માર્ચ, રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે થશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ