બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મસા થયા હોય તો શું ખાવું? આ દાળને ભોજનમાં લેશો તો મળત્યાગમાં નહીં પડે કોઈ તકલીફ

પાઇલ્સ / મસા થયા હોય તો શું ખાવું? આ દાળને ભોજનમાં લેશો તો મળત્યાગમાં નહીં પડે કોઈ તકલીફ

Last Updated: 06:35 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ દાળમાં ફાઈબરની સાથે જ દુઃખાવાને ઓછો કરવાના ગુણ પણ છે. આ ગુણો સોજો ઓછો કરીને પાઈલ્સ ના દુખાવામાં રાહત આપે છે.

જીવનશૈલીમાં બદલાવની સાથે લોકોને રોજેરોજ અનેક નવા રોગોનો શિકાર બનવું પડી રહ્યુ છે. પાઈલ્સ ખૂબ જ પરેશાન કરતી સમસ્યા છે. ક્રોનિક કબજિયાતને કારણે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જો આપણે સાદી ભાષામાં સમજીએ તો લાંબા સમય સુધી પેટ ખરાબ રહેવાને કારણે અને મળત્યાગ નહી કરવાને કારણે પહેલા વ્યક્તિ પ્રથમ કબજિયાતની સમસ્યામાં ઘેરાય છે. જો કબજિયાતની સમયસર સારવાર ન કરવામાં આવે અને શૌચ કરતી વખતે વારંવાર દબાણ કરવામાં આવે તો તે પાઈલ્સનું કારણ બને છે. આ સિવાય સ્થૂળતા, ખરાબ જીવનશૈલી અને આહારમાં ફાઈબરની ઉણપને કારણે પણ પાઈલ્સની સમસ્યા સામાન્ય થઈ જાય છે.

બે પ્રકારના પાઇલ્સ હોય છે

બે પ્રકારના પાઇલ્સ હોય છે, એક લોહીવાળું પાઈલ્સ અને બીજું ડેડ પાઈલ્સ. જ્યારે શૌચ દરમિયાન વધુ પડતું દબાણ કરવામાં આવે છે, ત્યારે ગુદાની નસો ફૂલી જાય છે અથવા તૂટી જાય છે, જેનાથી રક્તસ્રાવ થાય છે. તેને બ્લડી પાઈલ્સ કહેવાય છે. જ્યારે બાહ્ય પાઇલ્સમાં ગુદામાર્ગની નસો ફૂલી જાય છે અને બહાર આવે છે. આ સ્થિતિ વધુ ગંભીર અને પીડાદાયક છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો અને પાઇલ્સના દુખાવાથી છુટકારો મેળવવા માંગો છો, તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં અમે તમને એક ખાસ દાળ વિશે જણાવી રહ્યા છીએ, જેનું સેવન પાઈલ્સની સમસ્યાથી રાહત અપાવવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

પાઈલ્સથી રાહત આપશે આ દાળ

વાસ્તવમાં પાઇલ્સના કિસ્સામાં આરોગ્ય નિષ્ણાતો સૌ પ્રથમ જીવનશૈલી સુધારવા અને તંદુરસ્ત આહાર અપનાવવાની ભલામણ કરે છે. ખાસ કરીને ખોરાકમાં ફાઈબરની પૂરતી માત્રા પાઈલ્સની સમસ્યામાંથી જલ્દી રાહત અપાવવામાં મદદરૂપ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે કુલ્થી દાળ તમારા આહારનો ભાગ બનાવી શકો છો. તેને હોર્સ ગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે.એનસીબીઆઈ એટલે કે નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશનના અહેવાલ મુજબ કુલ્થી દાળ ફાઈબરનો ભંડાર છે. ફાઇબર તમારા સ્ટૂલને નરમ બનાવે છે, તેમજ મલ માત્રાને જોડે છે, તેનાથી મળત્યાગમાં સરળતા રહે છે. કુલ્થી દાળ આંતરડાની ગતિમાં સુધારો કરે છે, જે આંતરડાની હિલચાલની આવૃત્તિમાં પણ વધારો કરે છે. જેને કારણે પેટની સમસ્યામાં રાહત મળી મળત્યાગની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત આ દાળમાં એટી ઇન્ફ્લામેટરી ગુણ રહેલા છે. આ ગુણો સોજો ઓછો કરે છે અને પાઈલ્સ ના દુખાવામાં પણ રાહત આપે છે.

કેવી રીતે સેવન કરવું?

પાઇલ્સ થવાના કિસ્સામાં તમે કુલ્થી દાળને પીસી તેને નવશેકા પાણી સાથે પી શકો છો. આ સિવાય ખાલી પેટે કુલ્થી દાળનું પાણી પીવાથી પણ પાઈલ્સની સમસ્યામાં રાહત મળે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી કુલ્થી દાળ પલાળી રાખો અને સવારે તે પાણી ગાળીને ખાલી પેટ તેનું સેવન કરો.

કુલ્થી દાળની એન્ટિ-કોલિઓલિથિક પ્રવૃત્તિના ફાયદા

કુલ્થી દાળ લિથોજેનિક પિત્તનું નિર્માણ ઘટાડે છે અને તેથી કોલેસ્ટ્રોલ ઘટાડતી પ્રવૃત્તિ દર્શાવે છે. તે પિત્તમાં રહેલાં કોલેસ્ટ્રોલનો સ્ત્રાવને ઘટાડે છે અને પિત્ત એસિડ આઉટપુટમાં વધારો કરે છે.

ડાયાબિટીક વિરોધી

કુલ્થી દાળમાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી આહાર પુરવાર થાય છે. કુલ્થી દાળમાં રહેલા આલ્ફા-એમીલેઝ અવરોધક જે સીરમ ગ્લુકોઝનું સ્તર ઘટાડી ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી છે.

વધુ વાંચો: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

કીડની સ્ટોન માટે ઉપયોગી

કુલ્થી દાળનો મોટામાં મોટો ઉપયોગ કીડનીમાં રહેલા સ્ટોનને દુર કરવા માટે કરવામાં આવે છે, કુલ્થી દાળનો નિયમિત આહારમાં ઉપયોગ કરવાથી તે મૂત્રનો પ્રવાહ વધારે છે જેના લીધે સ્ટોન પીગળે છે અને માત્ર ત્રણ ચાર મહિનામાં કીડની સ્ટોન રીમુવ થઈ જાય છે.

(Disclaimer: લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ