બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચૂંટણી બાદ અમરેલીમાં બદલાયા ભાજપ નેતાઓના સૂર, હવે ભરત કાનાબારે સવાલ ઉઠાવ્યા

કકળાટ / ચૂંટણી બાદ અમરેલીમાં બદલાયા ભાજપ નેતાઓના સૂર, હવે ભરત કાનાબારે સવાલ ઉઠાવ્યા

Last Updated: 07:01 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bharat Kanabar Statement: અમરેલી ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે પણ નારણ કાછડિયાના નિવેદનને સમર્થન આપ્યું છે અને ભાજપના ઉમેદવારની પસંદગી મુદ્દે નારાજગી દર્શાવી છે.

લોકસભા ચુંટણી બાદ અમરેલી ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં સાંસદ નારણ કાછડીયાએ ઉમેદવારની પસંદગીને લઈને પક્ષ સામે નારાજગી દર્શાવ્યા બાદ અમરેલી ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે પણ નારણ કાછડિયાના નિવેદનને સમર્થન આપ્યું છે અને ભાજપના ઉમેદવારની પસંદગી મુદ્દે નારાજગી દર્શાવી છે. જે રીતે ભાજપના નેતાઓ પોતાની પક્ષ સાથેની નારાજગી જાહેરમાં બતાવી રહ્યા છે તે રીતે જોઈએ તો અમરેલી ભાજપમાં સબ સલામત ના હોઈ એવું દેખાઈ રહ્યું છે.

કાછડિયા બાદ ડૉ. ભરત કાનાબારે રોષ ઠાલવ્યો

નારણ કાછડિયાના નિવેદન બાદ ડૉ. ભરત કાનાબારે રોષ ઠાલવતા કહ્યું કે, કયાંકને કયાંક રજૂઆતોમાં તેમજ અપાતા અભિપ્રાયોમાં પાર્ટીને મીસગાઈડ થયું હોય તેવું બની શકે છે. જેના કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય તેવું બની શકે, જેના કારણે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વિરોધ જોવા મળ્યો છે. આ બાબત ભારતીય જનતા પાર્ટીના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે.

વાંચવા જેવું: ગુજરાતમાં આવતી કાલથી વીજળીના કડાકા-ભડાકા સાથે પડશે વરસાદ, રાજ્યના આ વિસ્તારો રહે એલર્ટ

'અબ પછતાએ ક્યા હોત જબ ચિડિયા ચૂગ ગઈ ખેત'

કાછડીયાના નિવેદનને લઈ ભરત કાનાબારે કહ્યું કે, નારણભાઈએ વ્યક્તિગત અભિપ્રાય ખુલીને વ્યક્ત કર્યો છે. ઉમેદાવરોની ક્લોલીટી અને ગુણવત્તામાં વધારે કહીં કેવા જેવું નથી કારણ કે, હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે એટલે 'અબ પછતાએ ક્યા હોત જબ ચિડિયા ચૂગ ગઈ ખેત'

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ