બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / big breaking gujarat new cabinet minister gandhinagar
ADVERTISEMENT
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, ગુજરાતના નવા મંત્રીમંડળમાં છેલ્લી ઘડીએ નો-રિપીટ થિયરી લાગુ થઈ શકે છે. જેમાં જૂના ચહેરાઓ રિપીટ ન થાય તેવી પૂરી શક્યતાઓ છે. તો નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. આ સાથે જ ધર્મેન્દ્ર સિંહ જાડેજા અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સંભવિત મંત્રીમંડળમાં કોણ હોઈ શકે?
ADVERTISEMENT
આર.સી.ફળદુ- જામનગર દક્ષિણ
પ્રદીપસિંહ જાડેજા- વટવા
ગણપત વસાવા- માંગરોળ- સુરત
જયેશ રાદડિયા- જેતપુર
દિલિપ ઠાકોર- ચાણસ્મા
જવાહર ચાવડા- માણાવદર
હકુભા જાડેજા- જામનગર ઉત્તર
રાજેન્દ્ર ત્રિવેદી- રાવપુરા
કિરિટસિંહ રાણા- લીંબડી
જીતુ વાઘાણી- ભાવનગર દક્ષિણ
નીમાબેન આચાર્ય- ભુજ
આત્મારામ પરમાર- ગઢડા
પંકજ દેસાઇ- નડિયાદ
આર.સી.મકવાણા- મહુવા- ભાવનગર
જે.વી.કાકડિયા- ધારી
ઋષિકેશ પટેલ- વિસનગર
શશિકાંત પંડયા- ડીસા
બ્રિજેશ મેરજા- મોરબી
જીતુ ચૌધરી- કપરાડા
મોહન ઢોડિયા- મહુવા- સુરત
હર્ષ સંઘવી- મજૂરા
કિર્તિસિંહ વાઘેલા- કાંકરેજ
ગજેન્દ્રસિંહ પરમાર- પ્રાતિંજ
રાકેશ શાહ- એલિસબ્રિજ
દેવા માલમ- કેશોદ
ગોવિદ પટેલ-રાજકોટ દક્ષિણ
જગદીશ પટેલ-અમરાઈવાડી
નિમીષા સુથાર-મોરવાહડફ
સંગીતા પાટીલ- લિંબાયત
કોણ CM ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાંથી થઈ શકે બાકાત
ADVERTISEMENT
રાજ્યની સરકારમાં અત્યાર સુધીમાં પાટીદારોનાં દિગ્ગજ નેતા નીતિન પટેલ નંબર બેની ભૂમિકામાં રહ્યા છે અને ડેપ્યુટી સીએમ પદ પર તેઓ હતા ત્યારે હવે મુખ્યમંત્રી જ પાટીદાર હોવાથી નીતિન પટેલનાં પદને આશંકા ઊભી થઈ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને પાટીદાર હોય તેવું રહ્યું નથી ત્યારે નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતાનું પણ મંત્રીમંડળમાંથી પત્તું કપાઈ શકે છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર નીતિન પટેલનાં સ્થાને ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવશે.
ADVERTISEMENT
આજે જ શપથવિધી યોજાય તેવી સંભાવના
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 16 સપ્ટેમ્બરને બદલે આજે જ CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ યોજાઇ શકે છે. સવારે 11 વાગ્યે તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાનો આદેશ આપી દેવાયો હોવાના સમાચાર છે. બપોરે 4 વાગ્યે સમારોહ યોજાશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
ADVERTISEMENT
વિજય રૂપાણીના રાજીનામાં સાથે ગુજરાતના તમામ મંત્રીઓના રાજીનામાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા લઈ લેવામાં આવ્યા હતા. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી તેમની 13 સપ્ટેમ્બરના રોજ શપથવિધી થઈ હતી પરંતુ તેમને મંત્રીમંડળ સાથે નહીં પરંતું એકલા જ શપથવિધી કરી હતી કારણ કે મંત્રીઑના નામની જાહેરાત બાકી હતી તેની પર આખરી મહોર લાગવાની બાકી હતી. અમિત શાહ જ્યારે શપથવિધીના કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે મંત્રીઓના નામ પર ગહન ચર્ચા થઈ હતી ત્યારે બાદ નવા મંત્રીમંડળનો તખ્તો તૈયાર કરાયો હતો અને હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાલે તમામ ધારાસભ્યોને ગાંધીનગર 11 વાગ્યા પહેલા પહોંચવાનો આદેશ જારી કરી દેવાંમાં આવ્યો છે. પહેલા વાત હતી કે 16 સપ્ટેમ્બરે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મંત્રી મડળ શપથ લેશે પરંતુ પ્રાથમિક માહિતી મુજબ તાબડતોબ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. અને આજે જ મંત્રીઑના નામની જાહેરાત સાથે જ બપોરે 4 વાગ્યે શપથવિધિ પણ કરાવી નાખવામાં આવી શકે છે.
જાતિનાં આધારે આગામી મંત્રીમંડળ કરાશે તૈયાર
ADVERTISEMENT
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતનાં રાજકારણમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે, એક ખાસ માસ્ટર પ્લાન હેઠળ ભારતીય જનતા પાર્ટી પોતાના મુખ્યમંત્રીઓને બદલી રહ્યું છે ત્યારે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સ્વરૂપે નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભૂપેન્દ્ર પટેલની વરણી બાદ ફરીવાર પાટીદાર સમાજ પર જ વિધાનસભા ચૂંટણીનો દારોમદાર હોય તેવું દેખાઈ રહ્યું છે, પાટીદારોની માંગ પ્રમાણે ભાજપે પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા છે ત્યારે હવે બધાની નજર રાજ્યનાં નવા મંત્રીમંડળ પર છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોને ખુશ કરવા પ્રયાસ કર્યા છે ત્યારે હવે જ્ઞાતિનાં આધારે જ જુદા જુદા મંત્રીઓને સ્થાન આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
સૂત્રો અનુસાર ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ નવા મંત્રીઓને સ્થાન આપવા જઈ રહી છે ત્યારે ચાર પાટીદાર, બે ક્ષત્રિય, એક આદિવાસી, એક આહીર, એક કોળી, એક બ્રહ્મ સમાજના મંત્રીનું પત્તું કપાશે તેવી માહિતી સામે આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.