બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:45 PM, 16 January 2026
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં સ્ટાર બોલર નવીન ઉલ હક 2026 ના T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ભારત અને શ્રીલંકામાં યોજાનારી આ ટુર્નામેન્ટને હવે માત્ર 20 દિવસ બાકી છે. ત્યારે અનુભવી ઝડપી બોલરને ટીમ બહાર કરવો તે એક મોટું નુકસાન છે.
ADVERTISEMENT

T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થઈ રહી છે. ભારત અને શ્રીલંકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર છે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. જેને 5-5 નાં 4 ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ ગ્રુપ ડી માં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કેનેડા અને યુએઈ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા તરફથી કઠિન પડકારનો સામનો કરવો પડશે. ટીમ સુપર 8 માટે મજબૂત દાવેદાર છે. પરંતું 48 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા નવી ઉકલ હક્કની ગેરહાજરી એક મોટો ફટકો છે. IPL સહિત વિશ્વભરની ઘણી લીગમાં રમે છે અને તેની ગેરહાજરી ચોક્કસપણે અનુભવાશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગૌતમ ગંભીરે રોહિત શર્માને વનડે કેપ્ટન પદેથી હટાવ્યો', આ ક્રિકેટરનો સનસનીખેજ આરોપ, અગરકર પણ નિશાન પર
T20 વર્લ્ડકપ માટે અફઘાનિસ્તાનની ટીમ
ADVERTISEMENT
રાશિદ ખાન (કેપ્ટન) નૂર અહમદ, અબ્દુલ્લા અહમદઝાઈ, સેદીફુલ્લાહ અટલ, ફઝલહક ફારૂકી, રહેમાનુલ્લાહ ગુરબાઝ, મોહમ્મદ ઈશાક, શાહિદુલ્લા કમાલ, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મુજીબ ઉર રહેમાન, દરવિશ રસૂલી, ઈબ્રાહિમ ઝદરાન, નવીન ઉલ હક્ક
રિઝર્વ: એએમ ગઝનફર, ઈજાઝ અહમદઝાઈ અને ઝિયા ઉર રહેમાન શરીફી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.