બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Big blow to Gujarat Titans after Hardik, Mohammed Shami will not play IPL this year
IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આખી સિઝનમાંથી બહાર થઈ ગયા છે એવા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ મુજબ શમી પગની ઘૂંટીની સર્જરી કરાવશે, જેના કારણે આઈપીએલ નહીં રમી શકે.
ADVERTISEMENT
Mohammed Shami ruled out of the IPL 2024. [PTI] pic.twitter.com/zPWhSQ5o6N
— Johns. (@CricCrazyJohns) February 22, 2024
ADVERTISEMENT
શમી આઈપીએલ નહિ રમે એ ટીમ ગુજરાત ટાઇટન્સ માટે મોટો ફટકો છે. કારણ કે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પહેલા જ આ ટીમ છોડી ચૂક્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે તેનો પહેલેથી જ તેને ટ્રેડ કર્યો હતો અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ સાથે જ શમીના આઉટ થવાથી તે આગામી T20 વર્લ્ડ કપ માટે ફિટ થશે કે કેમ તે અંગે પણ સવાલો ઉભા થયા છે. ODI વર્લ્ડ કપમાં તેના જોરદાર પ્રદર્શન બાદ આ ઝડપી બોલર ચોક્કસપણે ટીમ મેનેજમેન્ટના પ્લાનિંગનો મહત્વનો ભાગ હશે.
Mohammed Shami ruled out of IPL 2024. (PTI). pic.twitter.com/mPbtbquypS
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 22, 2024
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આઈસીસી વર્લ્ડ કપ 2023થી ક્રિકેટના મેદાનથી દૂર છે. અગાઉ એવી આશા હતી કે શમી ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં વાપસી કરશે, પરંતુ એવું થયું નહીં. મોહમ્મદ શમી હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024માંથી બહાર થઈ શકે છે. જો કે શમીને લઈને તેની ફ્રેન્ચાઈઝી ટીમ ગુજરાત ટાઈટન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ADVERTISEMENT
વધુ વાંચો: એક સમયે ટેંટમાં રહેતો આ દિગ્ગજ ખેલાડી, આજે મુંબઇમાં છે બે-બે લક્ઝુરિયસ ફ્લેટ, કિંમત કરોડોમાં
જણાવી દઈએ કે શમી IPL 2023માં પર્પલ કેપ હોલ્ડર હતો, આ સિવાય તેણે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ પણ લીધી હતી. સાથે જ IPL 2023માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ગુજરાત ટાઇટન્સના બોલરો ટોપ-3 સ્થાન પર હતા. શમી પછી આ લિસ્ટમાં મોહિત શર્મા અને રાશિદ ખાનનું નામ હતું. નોંધનીય છે કે હાર્દિક પંડ્યાના મુંબઈ ઇન્ડિયન્સમાં ગયા બાદ ગુજરાત ટાઇટન્સે ટીમની કમાન શુભમન ગિલને સોંપી દીધી છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.