બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / yashasvi jaiswal once lived in tent as kid now buys rs 5 4 crore luxury flat
ભારતીય ટીમના યુવા ઓપનર યશસ્વી જાયસવાલે શાનદાર બેટિંગ કરતા પોતાની ફેન ફોલોઈંગ વધારી દીધી છે. એક સમય હતો જ્યારે તે ઉત્તર પ્રદેશથી મુંબઈ ક્રિકેટર બનવાનું સપનું લઈને આવ્યા અને આઝાદ મેદાનના ટેન્ટમાં રહેવા મજબૂર હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
બાદમાં કોચ જ્વાલા સિંહ તેને પોતાના ઘરે લઈ આવ્યો અને પછી ઈન્ટરનેશનલ ક્રિકેટર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. હવે યશસ્વી જાયસવાલે મુંબઈમાં પોતાનું વધુ એક ઘર ખરીદ્યું છે. જેની કિંમત કરોડોમાં છે.
યશસ્વી જાયસવાલે 5.4 કરોડમાં ખરીદ્યો મુંબઈમાં વધુ એક ફ્લેટ
ભારતીય ક્રિકેટર યશસ્વી જાયસવાલે એક્સ બીકેસીમાં લગભગ 5.4 કરોડ રૂપિયામાં 1100 વર્ગ ફૂડનું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. રજીસ્ટ્રેશન દસ્તાવેજથી જાણકારી મળી છે કે આ ફ્લેટ બાંદ્રા પૂર્વમાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વધુ વાંચો: '...એટલે હું થોડો નિરાશ હતો', એવું શું બન્યું કે પોતાની જાત પર જ ગુસ્સે થયો શુભમન ગિલ
રજીસ્ટ્રેશન 7 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. સોદાનો ખર્ચ 48,499 રૂપિયા પ્રતિ વર્ગ ફૂટ છે. તેના પહેલા યશસ્વી જાયસવાલે ઠાણેમાં 5BHKનો ફ્લેટ ખરીદ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.