બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG Shubman Gill is angry at himself said I was a bit disappointed
Megha
Last Updated: 08:18 AM, 22 February 2024
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝમાં ત્રણ મેચ રમાઈ છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો રહ્યો છે. ભારત ઈંગ્લેન્ડ પર 2-1થી આગળ છે. હવે બંને ટીમો વચ્ચે ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાવાની છે. આ મેચ પહેલા ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે ખરાબ ફોર્મ બાદ જોરદાર વાપસી કરવા અંગે મોટી વાત કહી છે.
ADVERTISEMENT
Shubman Gill said "The difference between a good player and an average player is how quickly they can forget the previous innings - whether it's good or bad and move forward. Players who are able to do this easily are great players". [Press] pic.twitter.com/YI3QQMV7ct
— Johns. (@CricCrazyJohns) February 21, 2024
ADVERTISEMENT
શુભમન ગિલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'અપેક્ષાઓ પર ખરા ઉતરવું થોડું મુશ્કેલ હતું. જ્યારે બહાર બેઠેલા લોકો આ વિશે વાત કરે છે, ત્યારે તેની મને બહુ અસર થતી નથી, પરંતુ હું થોડો નિરાશ થયો હતો કારણ કે મેં મારી જાત માટે જે અપેક્ષાઓ રાખી હતી તે પ્રમાણે હું રમી શક્યો નથી.'
Shubman Gill was all praise for the youngsters who have stepped up for India in the absence of key players in the ongoing #INDvENG Test series 👏
— ICC (@ICC) February 21, 2024
Read on 👇https://t.co/nXIYHFGD83
તેણે આગળ કહ્યું, ' મહત્વનું છે કે જ્યારે તમને બીજી તક મળે ત્યારે તમે આગળ શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો અને તેની યોગ્યતાઓ સાથે રમો. તમે ચોક્કસપણે મારા વિશે કઇંક કહો પરંતુ મને નથી લાગતું કે તેનાથી મારી માનસિકતા બદલાઈ હોય. મને હજી પણ મારી પાસેથી આ અપેક્ષાઓ છે. તમે જૂની વાતને કેટલી ઝડપથી ભૂલી શકો છો અને આગામી પડકાર માટે તૈયાર થઈ શકો છો તેના પર નિર્ભર છે. આ એક મહાન ખેલાડી અને સરેરાશ ખેલાડી વચ્ચેનો તફાવત છે, કે તમે ભૂતકાળને કેવી રીતે ભૂલી જાઓ છો અને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરો છો.'
વધુ વાંચો: ઋષભ પંતે કર્યો ચોગ્ગા છગ્ગાનો વરસાદ, પ્રેક્ટિસમાં કરી પરસેવો છૂટી જાય તેવી બેટિંગ, જુઓ વીડિયો
જણાવી દઈએ કે શુભમન ગીલનું બેટ ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સીરીઝની પ્રથમ મેચ સુધી ખાસ કંઈ કરી શક્યું ન હતું. જોકે, આ બેટ્સમેને હાર ન માની અને વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં શાનદાર વાપસી કરી હતી. વિશાખાપટ્ટનમમાં શુભમને પ્રથમ ઇનિંગમાં 34 રન અને બીજી ઇનિંગમાં 104 રનની શાનદાર સદી ફટકારી હતી. શુભમન ગીલે રાજકોટમાં પણ પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું અને રાજકોટ ટેસ્ટની બીજી ઇનિંગમાં 91 રન બનાવ્યા હતા. જો કે આ મેચમાં પણ ગીલ પાસે સદી ફટકારવાની શાનદાર તક હતી પરંતુ તે રનઆઉટ થયો હતો. હવે ગિલ રાંચીમાં યોજાનારી આગામી મેચમાં પોતાનું ફોર્મ જાળવી રાખવા માંગશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.