બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / biden slammed for checking his watch after saluting fallen kabul heroes

હરકત / શહીદોને સલામી આપ્યા બાદ USના રાષ્ટ્રપતિએ કર્યું એવું કામ કે લોકોએ કરી ટીકા

Published By: Bhushita

Last Updated: 08:31 AM, 30 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાબૂલ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ જો બાયડને પોતાની ઘડિાળ જોઈ જેના કારણે તેઓ લોકોની ટીકાનો શિકાર બન્યા હતા.

  • કાબુલ હુમલામાં શહીદ થયા 13 જવાન
  • જો બાયડને શહીદોને આપી શ્રદ્ધાંજલિ
  • શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ઘડિયાળ જોતાં બન્યા ટીકાને પાત્ર

 
અફઘાનિસ્તાન પર પોતાના નિર્ણયને લઈને સતત ટીકાનો સામનો કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન એક વાર ફરીથી લોકોના નિશાન પર છે. સોશ્યલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. લોકો અનેક પ્રકારની કમેન્ટથી તેમની પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. કાબુલમાં શહીદ થયેલા સૈનિકોને રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ આપી અને પછી સલામી બાદ તેઓ ઘડિયાળ જોવા લાગ્યા. આ વાતને કારણે તેઓ ટ્રોલ થઈ રહ્યા છે.  

જીલ બાયડન પણ હતી હાજર 
 
એક રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકી હુમલા બાદ 13 અમેરિકી સૈનિકો સહિત અનેક લોકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લીધી હતી. રવિવારે દરેક શહીદ જવાનોના પાર્થિવ દેહ અમેરિકા લાવવામા આવ્યા. રાષ્ટ્રપતિ જો બાયડન અને તેમની પત્ની જીલ બાયડન પણ હાજર રહ્યા હતા. તેઓએ પીડિત પરિવારની મુલાકાત લીધી અને શહીદોને સાચા હીરો ગણાવ્યા.  

President પર આ રીતે કાઢ્યો ગુસ્સો
આ સમયે રાષ્ટ્રપતિએ શહીદ જવાનોને સલામી આપી અને તરત બાદ પોતાની ઘડિયાળ જોવા લાગ્યા. જ્યારે બાયડનનો આ ફોટો વાયરલ થયો તો લોકો ભડકી ઉઠ્યા. તેઓએ કહ્યું કે પ્રેસિડન્ટને શહીદોના પ્રતિ સમ્માન દેખાડવું જોઈએ. એક યૂઝરે તો એમ પણ લખ્યું કે ક્ષમા કરો મિસ્ટર પ્રેસિડન્ટ, શું તમારે આનાથી પણ જરૂરી કોઈ કામે જવાનું હતું.? અન્ય એક વ્યક્તિએ લખ્યું કે લાગી રહ્યું છે કે જાણે પ્રેસિડન્ટ ત્યાં બોર થઈ રહ્યા છે.  

હજુ કેટલો સમય બર્બાદ થશે?
એક યૂઝરે સોશ્યલ મીડિયા પર બાયડન પર કડક શબ્દોમાં પ્રહાર કર્યા અને લખ્યું કે રાષ્ટ્રપતિ સૂવા જવાની તૈયારી કરી રહ્યા છે કેમકે તે વધારે મહત્વનું છે. અન્ય એક કમેન્ટમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિના બપોરના આરામનો સમય થઈ ગયો છે અને એ વિચારી રહ્યા છે તે હજુ અહીં કેટલો સમય બર્બાદ થશે. જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રપતિની સાથે રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન, વિદેશમંત્રી એન્ટની બ્લિંકેન અને અન્ય મિલિટ્રી ઓફિસર પણ એરબેસ પહોંચ્યા હતા.  

સંકળાયેલા મુદ્દાઓ

Kabul Attack TROLL joe biden us president કાબુલ ઘડિયાળ જવાન ટીકા ટ્રોલ બાયડન શ્રદ્ધાંજલિ biden slammed for checking his watch

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ