ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નર્મદા નદીમાં સેલ્ફી લેવી યુવકોને પડ્યું ભારે, અચાનક પાણી વધતાં ફસાયો

ભરૂચ / નર્મદા નદીમાં સેલ્ફી લેવી યુવકોને પડ્યું ભારે, અચાનક પાણી વધતાં ફસાયો

Last Updated: 09:42 AM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચમાં નર્મદા નદીમાં સેલ્ફી લેવી યુવકોને ભારે પડ્યું છે. અંકલેશ્વર છેડે કેટલાક યુવાનો નાવડીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ફસાયા હતા.

ADVERTISEMENT

અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે રવિવારની સાંજે થયેલી એક ઘટના લોકો માટે ચેતવણીરૂપ બની છે. નર્મદા નદીના ગોલ્ડન બ્રિજ નજીક પાંચ યુવાનો મોજમસ્તી માટે પહોંચ્યા હતા. તેમના ગ્રુપે નદી કિનારે લંગરેલી બોટ જોઈ અને તેમાં ચડીને ધીંગામસ્તી શરૂ કરી. આ દરમ્યાન અચાનક ભરતીના પાણી આવી જતા બોટ નદીના વચમાં ફસાઈ ગઈ. પરિણામે પાંચેય યુવાનો પાણીમાં ઘેરાઈ ગયા અને તેમનો જીવ જોખમમાં મુકાઈ ગયો.

તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

ઘટનાની જાણ થતા જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા તાત્કાલિક આજુબાજુમાંથી માછીમારોને બોલાવ્યા હતા. માછીમારો તેમના જીવના જોખમે તરીને નાવડી સુધી તમામને સુરક્ષિત બહાર લાવી લીધા. પાંચેય યુવાનોનો જીવ બચી જતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો.

વારંવાર આવા જોખમી બનાવો સામે આવે છે

સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું કે અંકલેશ્વર તરફના નર્મદા નદીના કિનારે રવિવાર અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. પરંતુ તંત્ર તરફથી ત્યાં કોઈ સલામતીના પગલાં લેવામાં આવતા નથી. જેને લઈને વારંવાર આવા જોખમી બનાવો સામે આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ વડોદરાની હયાત હોટલમાં બ્રાહ્મણ ગ્રાહકને માંસાહારી ભોજન પીરસાયું, મચ્યો મોટો હોબાળો

તંત્ર દ્વારા નદી કિનારે ચેતવણીના બોર્ડ મૂકવા જોઈએ

આ ઘટનાએ ફરી એકવાર એ વાત પર ભાર મૂક્યો છે કે તંત્રે તાત્કાલિક નદી કિનારે સલામતી વ્યવસ્થા, ચેતવણીના બોર્ડ તથા ગાર્ડની નિમણૂંક કરવી જોઈએ જેથી આવાં બનાવો રોગથામ થઈ શકે. જાહેર જનતાને પણ અનધિકૃત રીતે નદીમાં પ્રવેશ ન કરવાનું મનાઈ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch News Bharuch Youths Trapped Selfie
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ