ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bharuch MP Mansukh Vasava publicly slammed the Mamlatdar
ADVERTISEMENT
ADVERTISEMENT
ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવાર નવાર તેમની કામગીરીને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે વધુમાં તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જેમા તેમણે અધિકારીઓનો તેમજ મામલતદારનો જાહેરમાં ઉધડો લઈને તેમને ખખડાવ્યા છે. ઓવરલોડ વાહનો મુદ્દે તેમણે મામલતદારે ખખડાવ્યા છે. જેના કારણે તેઓ ફરીથી ચર્ચામાં આવ્યા છે.
ADVERTISEMENT
જાહેરમાં મામલતદારને ખખડાવ્યા
આપને જણાવી દઈએ કે ઓવરલોડ વાહનો બાબતે મનસુખ વસાવાએ મામલતદારને જાહેરમાં ખખડાવ્યા છે. જેમા તેમણે રેતી ચોરીના મુદ્દે મામલતદારને ગુસ્સામાં એવું પણ પુછ્યું કે તમે કેટલો હપ્તો લો છે. મનસુખ વસાવાના પુછેલા પ્રશ્ન પર મામલતદાર પોતે પણ શાંત પડી ગયા હતા અને તેઓ શું બોલે અને શું નહી તેવી પરિસ્થિતી સર્જાઈ હતી.
ADVERTISEMENT
મામલતદારનું ઉપરાણું લેતા લોકોને પણ ખખડાવ્યા
સાંસદ મનસુખ વસાવાએ મામલતદારને ખખડવાની સીધો પ્રશ્ન કર્યો કર્યો હતો કે રેતી ચોરી મામલે તમે કેટલો હપ્તો લો છો. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે હપ્તો લીધા વીના આ બધું ચાલીજ ન શકે. ઉપરાંત જે લોકો સ્થળ પર મામલતદારનું ઉપરાણું લઈ રહ્યા હતા. તે લોકોને પણ મનસુખ વસાવાએ બરોબરના ખખડાવ્યા હતા.
ADVERTISEMENT
ઓવરલોડ વાહનો મુદ્દે મામલતદારને ખખડાવ્યા
ઉલ્લેખનીય છે કે નારેશ્વર માર્ગ પર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. તે વાતનો પણ મનસુખ વસાવાએ ઉલ્લેખ કર્યો સાથેજ બધાની વચ્ચે તેમણે કલેક્ટર સામે એવા આક્ષેપ લગાવ્યા કે રેતી ચોરીમાં તમારો પણ હાથ છે અને હપ્તા વગર આ બધું શક્ય બની શકે. આપને જણાવી દઈએ કે ઓવરલોડ વાહનો મુદ્દે મનસુખ વાસાવાએ મામલતદારને ખખડાવ્યા છે. જેના કારણે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ