ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / પાદરામાં ઘનશ્યામ ભુવાજીના ત્યાં ભારત વિજ્ઞાન જાથા દ્વારા છાપો માર્યો
Last Updated: 09:42 PM, 3 May 2026
ADVERTISEMENT
વડોદરાના પાદરા સ્ટેશન વિસ્તારમાં માતાજીના નામે લોકોને લૂંટતા ભુવાનો વિજ્ઞાન જાતાએ પર્દાફાશ કર્યો છે. ભુવાજી લોકોને સંતાન પ્રાપ્તિ અને રોગ મટાડવાના નામે પૈસા તેમજ મોંઘીદાટ ચીજવસ્તુઓ મેળવતા હતા. હવે લોકોમાં ઘનશ્યામ ભૂવા સામે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ભુવો ધૂણતા ધૂણતા એવો દાવો પણ કરી રહ્યા હતા કે, એવો સમય આવશે કે બેંક લૂંટાઈ જશે પણ ચોર પકડાશે નહી એવું હું મેલડી બોલું છું. વિજ્ઞાન જાથાની ટીમે પાદરા પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો. પોલીસ તેમજ વિજ્ઞાન જાથાની ટીમને જોઈ ભુવાજી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, પાખંડી 25 પ્રકારના અસાધ્ય રોગ મટાડવાના દાવા કરી પૈસા વસુલતો હતો.

ADVERTISEMENT
વધુમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે ભારતભરમાં 2800 થી વધુ પાખંડીઓનો પર્દાફાશ કર્યો છે. તેમજ એકપણ સાચો નીકળ્યો નથી. આવા લોકો સંપૂર્ણ પાખંડી હોય છે. જે લોકોના ડરનો લાભ ઉઠાવે છે. વિજ્ઞાન જાથાએ લોકોને કોઈપણ ધર્મના આવા પાખંડીઓ સામે ફરિયાદ કરવા જણાવ્યું છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ પૈસા માટે દીકરાએ પિતાનું ગળું દબાવી દીધું, પત્ની સાથે મળીને માતાની હત્યા કરી, પછી મૃતદેહ સળગાવી દીધા
અંધશ્રદ્ધાનો ભોગ બનેલ એક પીડિતે જણાવ્યું હતું કે, તેને સંતાન પ્રાપ્તિની લાલચ આપી રૂપિયા 51000 પડાવ્યા હતા. તેમજ અન્ય એક શ્રદ્ધાળુઓ જણાવ્યું હતું કે, તેમની પાસેથી એસી, ચાંદીની બુટ્ટી અને રૂપિયા 3 લાખ પડાવવામાં આવ્યા હતા. તેમજ ઈન્સ્ટાગ્રામ પર રાજા મેલડીના નામથી વિડિયો બનાવી વાયરલ કરી શ્રદ્ધાળુઓને માતાજીનો ડર બતાવી તેમની પાસેથી વાહન અને ઘરના સાધનો વસાવતો હતો તેમ પણ જણાવ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.