બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Beware! TikTok is stealing your data, sending user data to this country server?

ટેક્નોલોજી / ચેતી જજો! TikTok તમારા ડેટાની ચોરી કરી રહ્યું છે, યુઝર્સના ડેટા આ દેશના સર્વરમાં મોકલે છે?

Published By: Ravi

Last Updated: 04:12 PM, 28 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં યુવાનો જ નહીં પણ મોટી ઉંમરના લોકો જેના દીવાના છે તે વિડીયો શેરિંગ એપ્લિકેશન ટિકિટોક પર અમેરિકાના યુઝર્સનો ડેટા ચોરીને તેને ચીનમાં મોકલવાનો આરોપ મુકાયો છે. આમ તો ચાઇનીઝ મોબાઇલ કંપનીઓ અને ચીનના એપ ડેવલપર્સ પર આવા આરોપ લાગતા રહે છે, જોકે ડેટા ચોરીના મામલે અત્યંત પોપ્યુલર એવી ઘણી એપ્સ પર એપલ અને ગૂગલને પ્રતિબંધ મૂકવાની ફરજ પડી છે. આજે લોકોનો ડેટા એક અતિકીમતી ચીજ છે અને દુનિયાભરની કંપની, એડ્વર્ટાઇઝર્સ, હેકર્સ અને ખુદ સરકારની તેના પર નજર હોય છે.

  • અમેરિકામાં એક યુવતીએ ટિકટોકની કંપની પર ડેટા ચોરીનો આરોપ મૂકતો કેસ કોર્ટમાં કરતાં યુઝર્સમાં ચિંતા
  • એક અનુમાન મુજબ વિશ્વભરમાં ટિકટોકના પ૦ કરોડથી પણ વધુ એક્ટિવ યુઝર્સ છે

અમેરિકાના કેલિફોર્નિયાની એક અદાલતમાં ટિકટોક સામે તાજેતરમાં દાખલ કરાયેલા મુકદ્દમામાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કંપની તેમના ડેટા ગુપ્ત રીતે એકત્રિત કરી રહી છે અને યુઝર્સની સંમતિ વિના તેને ચીન મોકલી રહી છે. ટિકટોકની પેરન્ટ કંપની વ્હાઇટ ડાન્સ છે અને તેનું હેડક્વાર્ટર બીજિંગમાં છે. આ એપ ફક્ત ભારતમાં જ નહીં, અમેરિકા સહિતના અનેક દેશોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.

એક અનુમાન મુજબ વિશ્વભરમાં ટિકટોકના પ૦ કરોડથી પણ વધુ એક્ટિવ યુઝર્સ છે

એક અનુમાન મુજબ વિશ્વભરમાં ટિકટોકના પ૦ કરોડથી પણ વધુ એક્ટિવ યુઝર્સ છે. કંપનીએ અગાઉ ખાતરી આપી હતી કે તે અમેરિકન યુઝર્સના ડેટાને ચીની સર્વર પર સ્ટોર કરતી નથી, જોકે  ડેટા સ્ટોર અને સેન્સર‌િશપ અંગેની ચિંતાઓના લીધે કંપની અમેરિકામાં દબાણનો સામનો કરી રહી છે. ટિકટોક સામેના મુકદમામાં દાવો કરવામાં આવ્યો છે કે કંપની ગુપ્ત રીતે અમેરિકન યુઝર્સનો મોબાઇલ ડેટા પણ સાફ કરી રહી છે અને તેને ચીનનાં સર્વરમાં ટ્રાન્સફર કરે છે. સ્થાનાંતરિત કરવામાં આવી છે તેમાં ખાનગી અને વ્યક્તિગતરૂપે ઓળખી શકાય તેવો વિશાળ ડેટા છે. 

ડેટાનો ઉપયોગ અત્યારે અને ભવિષ્યમાં ઓળખવા માટે યુઝર્સના માર્કિંગ તરીકે કરવામાં આવી રહ્યો છે

એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડેટાનો ઉપયોગ અત્યારે અને ભવિષ્યમાં ઓળખવા માટે યુઝર્સના માર્કિંગ તરીકે કરવામાં આવી રહ્યો છે. આ કેસ મિસ્ટી હોંગ નામની યુવતી દ્વારા કરવામાં આવ્યો છે અને તે કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. હોંગે દાવો કર્યો છે કે તેના મોબાઇલ પર ટિકટોક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી, જોકે તેના પર કોઇ એકાઉન્ટ બનાવ્યું ન હતું. હોંગનો આરોપ છે કે મહિનાઓ પછી કંપનીએ પોતાની રીતે જ તેનું એકાઉન્ટ બનાવી દીધું અને ખાનગીમાં તેના એવા વી‌િડયોનો ડેટા લઇ લીધો, જે તે પબ્લિશ કરવા માગતી ન હતી. ડેટા ચીનમાં પબજી ગેમ બનાવનાર કંપની ટેન્સેન્ટ અને અલીબાબાનાં સર્વરને મોકલવામાં આવ્યો હતો. ટિકટોકે આ આરોપો પર જોકે જાહેરમાં કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. યુવાનોમાં લોકપ્રિય ટિકટોકના ભારતમાં પણ કરોડો યુઝર્સ છે.

ભારતમાં ટિકટોક માત્ર મોટાં શહેરોમાં જ નહીં, પરંતુ નાનાં શહેરો અને ગામડાંમાં પણ પોપ્યુલર છે

જેના પર કેટલાક તો દરરોજ વિડીયો અપલોડ કરે છે. ભારતમાં ટિકટોક માત્ર મોટાં શહેરોમાં જ નહીં, પરંતુ નાનાં શહેરો અને ગામડાંમાં પણ પોપ્યુલર છે. ટિકટોકમાં લાખો ફોલોઅર્સ સાથે કેટલાક લોકોએ તો જોરદાર પ્રસિદ્ધિ પણ મેળવી છે અને કેટલાક સેલિબ્રિટી પણ બની ગયા છે. માત્ર મનોરંજન જ શિક્ષણ, આરોગ્ય સંબંધિત વીડિયો પણ અપલોડ કરવામાં આવે છે. ટિકટોકનો ક્રેઝ જોઇને બોલીવુડ સહિતના વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ પણ તેમના ફેન ફોલોઅર્સમાં વધારો કરવા વી‌િડયો અપલોડ કરે છે. ટિકટોકથી ફેમસ થયેલાં ઘણાંને વી‌િડયો સોન્ગ અને ફિલ્મોની ઓફર પણ મળી રહી છે. હરિયાણામાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એક ટિકટોક સ્ટારને ટિકિટ આપી હતી. તેની લોકપ્રિયતા એટલી છે કે મોટી કંપનીઓ અને કલાકારો આ એપ્લિકેશનનો ઉપયોગ તેમના ફાયદા માટે કરી રહ્યાં છે.

ગત એપ્રિલમાં તામિલનાડુની અદાલતે એપ સ્ટોર્સમાંથી ટિકટોક એપ્લિકેશનને હટાવવાનો આદેશ આપ્યો હતો

ગત એપ્રિલમાં તામિલનાડુની અદાલતે એપ સ્ટોર્સમાંથી ટિકટોક એપ્લિકેશનને હટાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આ એપ દ્વારા પોર્નોગ્રાફી સંબંધિત સામગ્રી આપવામાં આવી રહી છે, જોકે થોડા અઠવાડિયા પછી પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. કેટલાક નિષ્ણાતોના મતે ટિકટોક દ્વારા ભારતીયોનો ડેટા પણ ચીનના સર્વરમાં મોકલાતો હોવાની આશંકા છે, કેમ કે ભારત ચીન માટે એક મોટું માર્કેટ છે. વળી, ચીન ભારતનું પ્રતિસ્પર્ધી પણ છે. બંને દેશો વચ્ચે સરહદ સહિતના અનેક પ્રશ્ને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ સંજોગોમાં અમેરિકામાં કરાયેલો દાવો સાચો હોય તો ટિકટોકની કંપની ભારતમાં પણ એમ જ કરતી હોય તેવી શક્યતા નકારી શકાય નહીં.


 

સંકળાયેલા મુદ્દાઓ

America Data Privacy India Technology TikTok Applications Tiktok technology news Technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ