બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Best home remedies for sinus infection

ઘરેલૂ ઉપાયો / શિયાળામાં વધી જાય છે સાયનસ ઈન્ફેક્શન, આ ઘરેલૂ ઉપાયો અજમાવશો તો નહીં ખાવી પડે દવાઓ

Published By: Noor

Last Updated: 01:31 PM, 17 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાયનસ નાકથી જોડાયેલી સમસ્યા છે. જેમાં વ્યક્તિને નાક, તેની આસપાસ અને માથાના અડધા ભાગમાં સખત દુખાવો થવા લાગે છે. શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. શિયાળામાં સાયનસને કારણે નાક બંધ થઈ જાય છે, માથામાં દુખાવો થાય છે અને નાકમાંથી પાણી નીકળે છે. મોટાભાગના લોકો સાયનસના દર્દને ગંભીરતાથી લેતા નથી, અને તેની અણગણના કરે છે. જેના કારણે ઘણાં ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે. જેથી આ સમસ્યાને દવાઓ વિના કંટ્રોલ કરવા અમે કેટલાક ઘરેલૂ ઉપાયો જણાવી રહ્યા છે.

  • શિયાળામાં વધુ હેરાન કરે છે સાયનસ પ્રોબ્લેમ
  • ડુગંળીનો રસ સાયનસમાં લાભકારક
  • નાક અને માથા પર લગાવો એસેન્શિયલ ઓઈલ

મધ

ઘરમાં રહેલી કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે સાયનસમાંથી છૂટરકારો મેળવી શકો છો. મધમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીવાયરલ અને એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી હોય છે. જેથી રોજ સવારે નવશેકા પાણીમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી નાક અને ગળાનું ઈન્ફેક્શન દૂર થાય છે અને સાયનસમાં પણ રાહત મળે છે. 

એપ્પલ સાઈડર વિનેગર

એપ્પલ સાઈડર વિનેગર પણ સાયનસમાં બહુ જ લાભકારક છે. તેમાં રહેલાં ઔષધીય ગુણો અને એન્ટીઓક્સીડેન્ટ સાયનસનો દુખાવો દૂર કરે છે. તેના માટે 1 ગ્લાસ પાણાં 1 ચમચી એસીવી મિક્સ કરીને પી શકો છો. 

ડુંગળીનો રસ

સાયનસના ઈન્ફેક્શનને દૂર કરવા માટે ડુંગળીના રસનો ઉપયોગ પણ કરી શકાય છે. ડુંગળીમાં એન્ટીવાયરસ ગુણો હોય છે. જે સાયનસના સંક્રમણને ઠીક કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગ માટે તમે ડાયટમાં ડુંગળીને સામેલ કરી શકો છો અને ડુંગળીનો 1 ચમચી રસ પણ પાણી સાથે લઈ શકો છો. 

એસેન્શિયલ ઓઈલ

સાયનસનો ઈલાજ વિવિધ એસેન્શિયલ ઓઈલનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે. તેમાં લવેન્ડર, ફુદીના, લીંબુ, પાઈન અને લવિંગનો ઉપયોગ કરી શકાય છે. આ ઓઈલના થોડાં ટીપાં લઈ નાક અને માથા પર માલિશ કરવાથી આરામ મળે છે. નિયમિત આ ઓઈલનો ઉપયોગ કરવો. 

લેમન બામ

સાયનસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લેમન બામ પણ ખૂબ જ સારો ઉપાય છે. તેનો ઉપયોગ તાવ, શરદી અને ફ્લૂના ઉપચાર માટે પણ કરવામાં આવે છે. તમે લેમન બામ છાતી, નાક અને માથા પર લગાવી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

CRPF Home Remedies Infection Sinus Headache Winter Tips health tips ઘરેલૂ ઉપાયો સાયનસ હેલ્થ Home Remedies

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ