બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Best Health Benefits of Pumpkin

ફાયદાકારક / આ 1 હેલ્ધી શાક ખાવાનું ભૂલતા નહીં, ઈમ્યૂનિટી વધારવાથી લઈ ઈન્ફર્ટિલિટી અને બીપીની તકલીફને કરશે દૂર

Noor

Last Updated: 11:08 AM, 13 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ તો દરેક શાકભાજી આપણાં સ્વાસ્થ્ય માટે લાભકારી છે પરંતુ કોળું એક એવું શાક છે જે ન્યૂટ્રિ્અન્ટ્સથી ભરપૂર હોવાની સાથે રોગો સામે પણ રક્ષણ કરે છે. ચાલો જાણી લો આજે તેના ફાયદા.

  • કોળું ખાવાના ફાયદા જાણશો તો રોજ ખાશો આ શાક
  • બીપીની તકલીફ હોય તો ડાયટમાં ખાઓ કોળું
  • ફર્ટિલિટીની સમસ્યામાં બેસ્ટ છે કોળાનું સેવન 

ઓછી કેલરી ધરાવતા આ શાકમાં ભરપૂર વિટામિન આવેલાં છે. કોળાનો ઉપયોગ રોજના ખોરાકમાં કરવાથી રોગ દૂર રહે છે. તેના રેગ્યુલર ઉપયોગથી ડાયાબિટીસ, હાર્ટના રોગ દૂર થાય છે ઉપરાંત, વાળ અને સ્કિન માટે પણ ઉપયોગી છે. તેનાથી એનર્જી વધે છે. જાણી લો ફાયદા. 

ઇમ્યુનિટી વધારે છે

કોળામાં રહેલું વિટામિન સી અને બીટા-કેરોટીન ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. જ્યારે વિટામિન સી અને એ ભેગાં મળે ત્યારે તે ન્યૂટ્રીઅન્ટ્સનું પાવરફુલ કોમ્બિનેશન બને છે. જેથી તેને ખાવાનું રોગો સામે રક્ષણ મળે છે. 

આંખો માટે

એન્ટીઓક્સીડેન્ટ વિટામિન સી, વિટામિન ઈ અને બીટા કેરોટીન આંખો માટે ખૂબ જ સારાં છે. આંખોની સંભાળ અને ડિજનરેટિવ રોગથી દૂર રહી શકાય છે. બધાં જ વિટામિન કોળામાં છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછાં 3 ફ્રૂટ અને શાકભાજી ખાવાથી ઉંમરને લગતા રોગથી દૂર રહેવાય છે.

બ્લડપ્રેશર

હાર્ટ માટે કોળું બહુ ઉપયોગી છે. કોળામાં ભરપૂર ફાઇબર્સ છે. વળી, તે પોટેશિયમ, વિટામિન સી હાર્ટ માટે ખૂબ મદદરૂપ છે. વધુ પોટેશિયમવાળાં ફળ ખાવાથી લકવા, મસલ્સલોસ, બોન મિનરલ ડેન્સિટી વગેરે થતાં નથી. કિડની સ્ટોન પણ ઓગળે છે.

ફર્ટિલિટી વધારે છે

સ્ત્રીઓ માટે ફર્ટિલિટી વધારે છે જે સ્ત્રીઓ ગર્ભવતી હોય અથવા બાળક લાવવાની ઇચ્છા ધરાવતી હોય તેઓ વધુ આયર્નવાળા ખોરાક સાથે વિટામિન એ ધરાવતું કોળું વાપરે તો તેનાથી ફર્ટિલિટી વધે છે. કોળામાં રહેલું વિટામિન એ ગર્ભાવસ્થા દરમિયાન અને માતાને સ્તનપાનમાં પણ ફાયદો કરે છે.

આ રીતે ખાઓ કોળુ

રોજના ખોરાકમાં કોળાનો સૂપ બનાવી શકાય છે. કોળાનો ઉપયોગ દૂધીને બદલે હાંડવામાં કરવાથી હાંડવામાં ગળપણ ઓછું નાખવું પડે છે. પંજાબી શાકમાં જાડી ગ્રેવી કરવા બાફેલું કોળું વાપરી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Pumpkin immunity prevent disease Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ