ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / benefits of turmeric

ઉપાય / આવી ગયા દિવસો લીલી હળદર ખાવાના, હ્રદયના ધબકારા કરી દેશે નોર્મલ

Last Updated: 03:40 PM, 16 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજારમાં લીલી હળદરનું આગમન થઈ ગયું છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સૂકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે.

ADVERTISEMENT

  • ઠંડીની સિઝનમાં ખાવ લીલી હળદર
  • લીલી હળદરના છે અદભૂત ફાયદા 
  • ઘણા રોગનો ઇલાજ છે લીલી હળદર 

ઠંડીની સિઝનમાં આ હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.  આંબા હળદર અને લીલી હળદરની છાલ ઉતારી, ઝીણા ટુકડા કરી તેમાં મીઠું અને લીંબુ ઉમેરીને એને કાચની બરણીમાં લાંબો સમય સુધી સાચવી શકાય છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. 

લીલી હળદરના ફાયદા 
લીલી અને આંબા હળદર ડાયાબિટીસ અને ચામડીના રોગો, રક્તવિકાર, અને લિવરના રોગો, કમળો, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે. આંબા હળદર દેખાવમાં સફેદ રંગની અને લીલી હળદર દેખાવમાં ઘેરા કેસરિયા રંગની હોય છે. 

હિમોગ્લોબીન વધારે છે
કાચી હળદરમાંથી ભરપૂર માત્રામાં આયર્ન મળે છે. બહોળા પ્રમાણમાં મળતું આયર્ન લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધારે છે, જેથી લાલ રક્તકણોનાં ઉત્પાદનમાં વધારો થાય છે અને શરીરના દરેક અવયવને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે છે. જે ખૂબ જરૂરી છે. 

એનિમિયા જેવા રોગથી બચી શકાય
કાચી હળદર ખાવાથી એનિમિયા જેવા રોગથી બચી શકાય છે. આ ઉપરાંત તેમાંથી મળતું પોટેશિયમ હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે.
સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખે

હળદરમાં રહેલું મુખ્ય તત્વ કરક્યુમિન છે, હળદર સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખે છે અને રિંકલ્સને ઘટાડી એઇજિંગની પ્રક્રિયાને ધીમી પાડે છે. કેટલીક હદે એ સૂર્યથી થતા ડેમેજથી સ્કિનને રક્ષણ પૂરું પાડે છે.’

ઇમ્યુનિટી વધારે
હળદરમાં રહેલ વિટામિન સી ખાસ કરીને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. કાચી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Health Benefits લીલી હળદર હ્રદયના ધબકારા Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ