ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Benefits and Uses of Sendha Namak Rock Salt

ફાયદાકારક / સિંધવ મીઠું ખાવાના આ અદભૂત ફાયદાઓ જાણશો તો સાદું મીઠું ક્યારેય નહીં ખાઓ

Published By: Noor

Last Updated: 05:57 PM, 27 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વાસ્થ્ય માટે સિંધવ મીઠું ખૂબ જ ફાયદાકારક છે. જો તમે તેનો ઉપયોગ કરવાની યોગ્ય રીત જાણી લો તો ઘણાં ફાયદાઓ મેળવી શકો છો. સિંધવ મીઠામાં એવા ગુણો રહેલાં છે જે વજન ઓછું કરવાની સાથે બોડીને ડિટોક્સ પણ કરે છે. સિંધવ મીઠું શુદ્ધ હોય છે કારણ કે તેમાં કોઈપણ કેમિકલ અથવા કોઈ અન્ય વસ્તુઓ મિક્સ કરવામાં આવતી નથી.

ADVERTISEMENT

  • અનેક સ્વાસ્થ્ય ફાયદા છે સિંધવ મીઠાના
  • સિંધવ મીઠું ઝડપથી ઘટાડે છે વજન
  • બીમારીઓને દૂર રાખવામાં કરે છે મદદ

આ પત્થરના રૂપમાં પણ મળે છે. આમાં કુદરતી રીતે અનેક ખનિજ તત્વો રહેલાં હોય છે. સિંધવ મીઠામાં સોડિયમ સહિત ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, સેલેનિયમ, બ્રોમિન અને આયોડીન જેવા તત્વો મળી રહે છે. આ જ કારણથી તે ઘણી બીમારીઓને પણ દૂર કરવામાં મદદ કરે છે. 

ગરમ પાણીની સાથે લો સિંધવ મીઠું

રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણીમાં થોડું સિંધવ મીઠું મિક્સ કરીને પીવાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે. 

પાચન સુધારે છે

સિંધવ મીઠાવાળું પાણી પીવાથી ખોરાક સરળતાથી પચી જાય છે. આ મોંમાં લાળવાળી ગ્રંથિને એક્ટિવ કરવામાં મદદ કરે છે, જેનાથી ખોરાક પચાવવાની પ્રક્રિયા વધુ સારી થાય છે.

અનિદ્રા

ઘણાં લોકોને તણાવને કારણે રાતે બરાબર ઊંઘ આવતી નથી. સિંધવ મીઠાવાળું પાણી પીવાથી સ્ટ્રેસ હોર્મોન્સ ઓછાં થાય છે અને તેનાથી અનિદ્રાનો પ્રોબ્લેમ દૂર થાય છે.

 મસલ્સ પેઈન

મસલ્સ પેઈન થવા કે પછી હાડકાં સંબંધી સમસ્યાઓમાં સિંધવ મીઠું બહુ જ લાભકારક માનવામાં આવે છે.

પથરીની સમસ્યા

પથરીનો પ્રોબ્લેમ હોય તો પાણીમાં લીંબુનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપાયથી પથરી ઓગળીને નીકળી જાય છે. પણ આ ઉપચાર કરતાં પહેલાં કોઈ વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેવી. 

સંકળાયેલા મુદ્દાઓ

Benefits and Uses Rock Salt Sendha Namak Benefits

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ