બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Belimora's Roshni Taylor made Gujarat proud

ગુજરાતનું ગૌરવ / બીલીમોરાની યુવતીનું ગજબ સાહસ: કડકડતી ઠંડીમાં ઉત્તરાખંડના બે મુશ્કેલ ટ્રેક સર કરી તિરંગો લહેરાવ્યો

Malay

Last Updated: 10:44 AM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે એ કરી શકે જે કહેવત નવસારીની દીકરીએ સાર્થક કરી બતાવી છે. બીલીમોરાની 25 વર્ષીય યુવતીએ ઉત્તરાખંડના મુશ્કેલ ટ્રેક એવા તુંગનાથ, દેવરીયાતાલ સફળતાપૂર્વક સર કરી ત્યાં તિરંગો લહેરાવ્યો હતો.

 

  • બીલીમોરાની રોશની ટેલરે ગુજરાતનું નામ કર્યું રોશન
  • તુંગનાથ અને દેવરીયાતાલ પર લહેરાવ્યો તિરંગો
  • યોગ કરીને પોતાના સાહસનો પરિચય આપ્યો

સામાન્ય રીતે સાહસિક પ્રવૃતિઓ અને પર્વતારોહણ જેવા શોખથી દૂર રહેતા ગુજરાતીઓ હવે સાહસિક ગતિવિધિઓમાં પણ આગવું પ્રદર્શન કરી રહ્યા છે. જેના ભાગરૂપે યુવાનો પર્વતારોહણ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે નવસારીના બીલીમોરા શહેરમાં રહેતી રોશની ટેલરે સૌથી ઊંચા શિખર પર ચઢી નવસારી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. 

રોશની ટેલર

ત્રિરંગો લહેરાવી ગુજરાતને ગર્વ અપાવ્યું
ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયાગ જિલ્લા સ્થિત મંદાકિની અને અલકનંદા નદીની ખીણમાં આવેલ અને મહાભારતમાં પણ ઉલ્લેખ છે તેમજ દુનિયા ઉંચા શિખરોમાં જેની ગણના થાય છે. એવા તુંગનાથ (3690 મીટર, 12106 ફૂટ) શિવ મંદિર તરીકે વિશ્વ વિખ્યાત છે એ શિખર સર કરી ત્યાં દેશનો તિરંગો ધ્વજ લહેરાવ્યો હતો. એટલું જ નહીં તેઓ યોગ ઇન્સ્ટ્રકટર છે, તેમણે આટલી ઉંચાઈ પર -2 ડિગ્રી તાપમાનમાં પાતળી હવાના કારણે સામાન્ય માણસને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય છે ત્યાં યોગ કરીને પોતાના સાહસનો પરિચય આપ્યો હતો. ટ્રેકિંગના સફરના બીજા ચરણમાં ઉખીનાથ - ચોપટા રોડ સ્થિત (2438 મીટર, 7999 ફૂટ)ની ઉંચાઈ પર આવેલ દેવરીયાતાલનું કપરા ચઢાણ ચઢીને ત્રિરંગો લહેરાવી ગુજરાતને ગર્વ અપાવ્યું હતું.

No description available.

માતા અને ભાઈએ આપ્યો સાથ
કહેવાય છે કે કોઈપણ મંઝિલ સુધી પહોંચવા માટે પરિવારનો સાથ ખૂબ જ મહત્વનો હોય છે એવામાં રોશનીના માતા અને તેમના ભાઈ તેમને આ શિખર સુધી પહોંચવામાં અનેક મદદરૂપ થયા. રોશની ટેલર યોગા ટીચર છે અને લોકોને યોગનું મહત્વ સમજાવે છે ત્યારે આ શિખર સર કરવા માટે યોગ સૌથી વધારે તેમને ઉપયોગી બન્યો હતો. આ શિખર સર કરવા માટે તેઓએ બેથી અઢી મહિના સુધી સતત પ્રેક્ટિસ કરી હતી. આ શિખર સર કરવામાં તેમના ભાઈ અને તેમના માતાએ ખૂબ સાથ અને સહકાર આપ્યો.

માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચવાનું છે સપનું
રોશની ટેલરના આ સાહસિક કામથી અન્ય લોકોને પ્રેરણા મળે, આવી કામગીરી આગળ પણ કરવામાં આવે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે અને સાથે જ રોશની ટેલરે હજુ વધારે આગળ વધી અને માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચવાનું સ્વપ્ન સેવ્યું છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ