બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Bajrangbali is a devotee, not God, Film Adipurush Dialogue Writer Manoj Muntashir's statement

વિવાદિત / હનુમાનજી ભગવાન નથી, ભક્ત છે, બાદમાં આપણે...: મનોજ મુંતશિરના આ નિવેદને આદિપુરુષ ફિલ્મના વિવાદની આગમાં ઘીનું કામ કર્યું

Megha

Last Updated: 10:38 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ' વિવાદોમાં ફસાયેલી છે એવામાં મનોજ મુંતશિરે એક વિવાદિત નિવેદન આપતા કહ્યું કે 'હનુમાનજી ભગવાનના ભક્ત છે, ભગવાન નથી '.

  • આદિપુરુષ ફિલ્મના લેખક મનોજ મુંતશિરે વિવાદિત નિવેદન આપ્યું 
  • હનુમાનજી ભગવાનના ભક્ત છે, ભગવાન નથી - મનોજ મુંતશિર
  • સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ 'આદિપુરુષ' 16 જૂન 2023ના રોજ રિલીઝ થઈ છે. ફિલ્મની વાર્તા રામાયણ પર આધારિત છે, જેના કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સ આદિપુરુષના નિર્માતાઓ સામે ગુસ્સે થયા છે. મેકર્સે રામાયણ પર આધારિત આદિપુરુષમાં ઘણા બાલિશ ડાયલોગ્સ અને એક્શન સીન્સનો ઉપયોગ કર્યો છે. તે જ સમયે આધુનિક રામાયણના નામ પર ફિલ્મમાં ઘણા વિવાદાસ્પદ દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. હાલ ફિલ્મમાં રાવણના રોલમાં સૈફ અલી ખાન અને હનુમાનજીના રોલમાં દેવદત્ત નાગેને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે.

ફિલ્મના લેખક મનોજ મુંતશિરે વિવાદિત નિવેદન આપ્યું 
પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ' વિવાદોમાં ફસાયેલી છે.અગાઉ ફિલ્મના સીન અને ડાયલોગની ટીકા થઈ રહી હતી. તે જ સમયે મનોજ મુંતશિરના નિવેદન પર હંગામો થયો છે. તાજેતરમાં જ 'આદિપુરુષ'ના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરે દાવો કર્યો છે કે 'હનુમાનજી ભગવાનના ભક્ત છે, ભગવાન નથી '. જ્યારથી મનોજ મુંતશિરનું આ નિવેદન સામે આવ્યું છે ત્યારથી તેને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. 

હનુમાનજી ભગવાનના ભક્ત છે, ભગવાન નથી
'આદિપુરુષ' રિલીઝ થયા બાદથી મનોજ મુન્તાશીરની ટીકા થઈ રહી છે.લોકો તેમના લખેલા સંવાદો પસંદ નથી કરી રહ્યા, ખાસ કરીને બજરંગબલીના સંવાદો. આવી સ્થિતિમાં મનોજ મુન્તાશીરે ગાલ આપેલા ઈન્ટરવ્યુમાં પોતાનો બચાવ કર્યો અને કહ્યું, "બજરંગબલીએ શ્રી રામની જેમ દાર્શનિક વાતચીત નથી કરતાં તએ હસી મજાક કરે છે કારણ કે હનુમાનજી ભગવાન નથી, તે એક ભક્ત છે પછી આપણે એમને ભગવાન બનાવ્યા છે કારણ કે તેમની ભક્તિમાં એ શક્તિ હતી. "

લોકો થયા ગુસ્સે 
મનોજ મુન્તાશીરના આ નિવેદનથી યુઝર્સે પ્રતિક્રિયા  આપી છે. સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને મનોજ મુન્તાશીરને ઈન્ટરવ્યુ ન આપવાની સલાહ આપી રહ્યા છે.એકે લખ્યું, "સૌપ્રથમ મનોજ મુન્તાશીરે ઈન્ટરવ્યુ આપવાનું બંધ કરી દેવું જોઈએ."બીજાએ લખ્યું, "હનુમાનજી ભગવાન શિવના અવતાર હતા, આ મૂર્ખને મગજ નથી અને તે રામાયણના સંવાદો લખી રહ્યો છે." તો વધુ એકે લખ્યું કે "કૃપા કરીને કોઈ આને કોઈ મૌન કરો."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ