ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Bahrain Government has pardoned 250 indians serving sentences in Jail

બહેરીન / PM મોદીને મળતા જ મોહમ્મદ બિન સલમાન થયાં ઇમ્પ્રેસ, 250 ભારતીયોની સજા માફ

Published By: Dhruv

Last Updated: 06:08 PM, 25 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહેરીને માનવીય આધાર પર જેલોમાં બંધ 250 ભારતીયોને માફી આપી દીધી છે અને તેઓને મુક્ત કરવામાં આવ્યાં છે. આ નિર્ણય એવાં સમયમાં કરવામાં આવ્યો કે જ્યારે પીએમ મોદીએ મધ્યપૂર્વનાં આ દ્રીપ દેશની ઓફિશીયલ રીતે મુલાકાત કરી.

ADVERTISEMENT

Modi in Bahrain

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કરવામાં આવેલ ટ્વિટ અનુસાર, 'દયા અને માનવીયતા દેખાડતા બહેરીન (Bahrain) સરકારે 250 ભારતીયોને માફ કરી દીધાં છે કે જે બહેરીનમાં સજા ભોગવી રહ્યાં હતાં. પીએમ નરેન્દ્ર મોદીએ (Narendra Modi) બેહરીન સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.'

એક અન્ય ટ્વિટ અનુસાર, 'પ્રધાનમંત્રીએ વિશેષ કરીને બહેરીનનાં શાહ અને પૂરા શાહી પરિવારનો આ દયાપૂર્ણ નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો છે.' પીએમ મોદી ફ્રાન્સ અને યૂએઇ બાદ શનિવારનાં રોજ બહેરીન પહોંચ્યાં કે જ્યાં તેઓને 'ધ કિંગ હમાદ ઓર્ડર ઑફ ધ રેનેસાં'થી સન્માનિત કરવામાં આવ્યાં. તેઓએ બહેરીનનાં શાહ હમાદ બિન ઇસા અલ ખલીફાની સાથે વિભિન્ન દ્રિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર પણ વાતચીત કરી.

બહેરીનની યાત્રા કરનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી મોદી અને શહઝાદા ખલીફાની હાજરીમાં સંસ્કૃતિ, અંતરિક્ષ અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ)નાં ક્ષેત્રોમાં સહમતિ-પત્રો (એમઓયૂ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં.

તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી મોદીએ બહેરીનની રાજધાની મનામામાં ભગવાન શ્રીકૃષ્ણનાં 200 વર્ષ જૂના મંદિરનાં પુનર્નિમાણ માટે 42 લાખ ડૉલરની પરિયોજનાનું પણ રવિવારનાં રોજ શુભારંભ કર્યું. મનામામાં શ્રીનાથજી (શ્રી કૃષ્ણ) મંદિરનું પુનર્નિમાણ કાર્ય આ વર્ષે આરંભ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bahrain Indian prisoners Narendra Modi pardons world નરેન્દ્ર મોદી બહેરીન ભારતીય કેદીઓ માફી Bahrain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ