બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Attacking the Congress, Vajubhai Wala said that if there is any dangerous organization in this country, it is the Congress.

રાજનીતિ / 'કોંગ્રેસના મૂળિયાં ઉખેડી નાખવાના છે' વજુભાઈ વાળાના નિવેદન પર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહને મેલી મુરાદ યાદ આવી

Dinesh

Last Updated: 11:14 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vajubhai Wala Statement: વજુભાઈ વાળાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આ દેશમાં કોઈ ખતરનાખ સંસ્થા હોય તો તે કોંગ્રેસ છે જે માટે તેના મૂળીયા ઉખેડી નાંખવાના છે

  • લોકસભા ચૂંટણીને લઈ ગરમાયું રાજકારણ
  • ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાનો કોંગ્રેસ પર પ્રહાર
  • "કોંગ્રેસને જડમૂળથી ઉખેડી નાખવાની છે"

 

Vajubhai Wala Statement: લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષોએ એક બીજા પર નિવેદબાજીના પ્રહારો શરૂ કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્યના રાજીનામાં બાદ પૂર્વ નાણા મંત્રી અને પૂર્વ રાજ્યપાલે વજુભાઈ વાળાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યો છે.

વજુભાઈ વાળાના કોંગ્રેસ પર પ્રહાર
તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ગુજરાતમાં 156 ધારાસભ્ય છે અને હજુય વિકેટો ખરી ખરીને વધવાના છે. તેમણે કહ્યું 1967માં માત્ર એક માત્ર ધારાસભ્ય હતા જે ચીમનભાઈ હતા. જ્યારે 1માંથી 156ને થયા છે. તેમણે કહ્યું કે, આજે ભાજપની તાકાત વધી છે જે કાર્યકરોના કારણે વધી છે.  તેમણે કહ્યું કે, આ દેશમાં કોઈ ખતરનાખ સંસ્થા હોય તો તે કોંગ્રેસ છે જે માટે તેના મૂળીયા ઉખેડી નાંખવાના છે. કોંગ્રેસ એકલાથી ચૂંટણી લડાતી ન હતી એટલે તેણે શંભુ મેળો ભેગો કર્યો છે. ત્યારે આ શંભુ મેળાને આપણે ગીરની તળેટીમાં મુકી આવાનું છે

શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ અડીખમનો દાવો કર્યો 
થોડા દિવસ પહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એવા દાવો કર્યો હતો કોંગ્રેસ અડીખમ છે અને અડીખમ રહેશે. જોકે  રાજ્યકીય વર્તુળોમાં કોંગ્રેસના નેતાઓના શબ્દો પર કોંઇને ભરોસો નથી કેટલાક લોકોને એવુ લાગે છે ક્યાંક ને ક્યાંક વજુભાઇ સાચા પડી શકે. રાજકોટ લોકસભા બેઠકના ચૂંટણી કાર્યલયના ઉદ્ઘાટન સમયે હળવી શૈલીમા વજુભાઇ વાળાએ કોંગ્રેસની  કથળતી સ્થિતિની મજા લીધી.

વાંચવા જેવું: ગુજરાતના આ દિગ્ગજ સાંસદે લોકસભાની ચૂંટણી ન લડવાનો કર્યો ઈશારો, કહ્યું ટિકિટના માપદંડમાં હવે નથી

શક્તિસિંહ ગોહિલે શું કહ્યું ?
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કેટલાક લોકોને પક્ષ છોડવાનું કારણ દબાવવા, તોડવા, દબાવવા જેવા કારણો છે, મોટા ભાગના ગયા છે જે ફોન પર વાત કરતા રડ્યા પણ છે અને મને તેમની મજબૂરી પણ વર્ણવી છે. તેમણે કહ્યું કે, અમારે ત્યાં આતંરિક લોકશાહી છે માટે દરેક નેતા અને કાર્યકરો તેમની વાત રજૂ કરી શકે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ