બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MP Sharda Ben Patel said that the party needs young candidates these days
Last Updated: 05:54 PM, 23 January 2024
ADVERTISEMENT
mahesana news: લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ધીરે ધીરે ગરમાવા લાગ્યો છે. ગાંધીનગર સહિત જે.પી.નડ્ડાએ રાજ્યના 26 કાર્યાલયોનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે મહેસાણા ખાતે પણ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન મહેસાણાના સાંસદ લોકસભાની ચૂંટણી ન લડવાનો ઈશારો કર્યો હતો.
ADVERTISEMENT
મારી ઉમંર હવે ટિકિટના માપદંડમાં આવતી નથી: શારદા બહેન પટેલ
સાંસદ શારદા બહેન પટેલે જણાવ્યું હતું કે, હાલના સમયમાં પાર્ટીને યુવા ઉમેદવારોની જરૂરી છે. મારી ઉમંર હવે ટિકિટના માપદંડમાં આવતી નથી. વધુમાં કહ્યું હતું કે, દેશને IT અને ટેક્નોલોજીના જાણકાર લોકોની જરૂરી છે. પાર્ટી જે આદેશ કરશે તે શિરોમાન્ય રહેશે. લોકસભા ચૂંટણીમાં 5 લાખથી વધુ મતથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી લડવા મુદ્દે તેમણે કહ્યું કે, મારી ઉમરના લીહાસના કારણે હું ટીકીટ માટે આશા ન રાખી શકું, જો ટિકિટ આપે તો પાર્ટીનો આદેશ શિરોમાન્ય રહેશે. પરંતુ પાર્ટીને યંગ લોકો વધુ સારૂ કામ આપી શકશે.
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન
મહત્વનું છે કે, મહેસાણામાં દૂધસાગર ડેરી નજીક ભાજપના મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે. આ દરમિયાન સાંસદ શારદાબેન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શારદાબેન પટેલે લોકસભાની ચૂંટણી ન લડવાનો ઈશારો કર્યો છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: '26 બેઠકોથી ગુજરાતની જનતા વિજય અપાવશે', રાજ્યમાં નવા 26 કાર્યાલયોના ઉદ્ઘાટન વચ્ચે જે.પી નડ્ડાનો દાવો
ભરૂચમાં મધસ્થ ચૂંટણી કાર્યાલયનું આજરોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું
લોકસભાની ચૂંટણીને લઈને ભરૂચમાં મધસ્થ ચૂંટણી કાર્યાલયનું આજરોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું. ભરૂચ લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન માનનીય રાજ્યમંત્રી મૂકેશભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાના વરદહસ્તે કરવામાં આવ્યું. આ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનમાં ભરૂચ લોકસભાના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ, ભરૂચ સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.