બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ગુજરાત / અજબ ગજબ / અન્ય જિલ્લા / VIDEO: ગુજરાતના આ ગામના લોકો બે અલગ અલગ રાજ્યોમાં મતદાન કરશે!

Ajab Gajab / VIDEO: ગુજરાતના આ ગામના લોકો બે અલગ અલગ રાજ્યોમાં મતદાન કરશે!

Last Updated: 10:53 AM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણાં ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, એવામાં સામાન્ય રીતે લગભગ લોકો એ મૂંઝવણમાં હોય છે કે કયા નેતા અને કઈ પાર્ટીને વોટ આપવો પણ થોડા એવા ગામોએ છે જ્યાંના લોકો એ મૂંઝવણમાં હોય છે કે કયા રાજ્યમાં વોટ આપવો..?

હવે એક તરફ ચૂંટણી પંચ કાયદાઓના દાયરામાં રહીને મતદાનની ટકાવારી વધારવા તમામ સંભવિત પ્રયાસ કરે છે તો બીજી તરફ ચૂંટણી પંચ14 ગામોના મતદારોની બે વાર મતદાન કરવાની 'ગેરકાનૂની પ્રથા' રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર અને તેલંગાણાની સરહદ પર આવેલ આ 14 ગામોમાં લગભગ 4,000 મતદારો છે અને તેઓ બે રાજ્યમાં વોટ આપી શકે છે અને આવું દાયકાઓ જૂના સરહદ વિવાદને કારણે બન્યું છે.

આ ગામોનો પ્રાદેશિક વિવાદ 1956નો છે, જ્યારે આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી હતી. આ 14 ગામોમાં રહેતાં દરેક લોકો પાસે બે-બે વોટર આઈડી, રેશન કાર્ડ, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો છે જેના કારણે તેઓ બંને રાજ્યોની યોજનાઓનો લાભ લઈ શકે છે.

જો કે એક વ્યક્તિ બે રાજ્યમાં વોટ આપે આવું પોસિબલ નથી અને હાલ ત્યાંનાં લોકો બે વખત વોટ ન આપી શકે એ માટે વહીવટતંત્રએ એમની આંગળીની ઉપર નહીં પરંતુ આખી આંગળી પર સહી લગાવવાની યોજના બનાવી છે. તંત્રનું કહેવું છે કે માત્ર બે મત જ નહીં, બે જગ્યાના વોટર આઈડી કાર્ડ રાખવા પણ ગેરકાયદેસર છે.

આવું જ અજુગતું ગામ આપણાં ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ છે જ્યાં એક જ ગામના એક જ ફળિયામાં સાથે રહેતા લોકો અલગ અલગ રાજ્યમાં મતદાન કરે છે. આ ગામ છે કે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું ગોવાડા ગામ, જે અડધું ગુજરાતમાં છે અને અડધું મહારાષ્ટ્રમાં છે.

વધુ વાંચો: રાજકોટની આ જગ્યાએ જતા ભલભલાના હાંજા ગગડી જાય છે

ગોવાડા ગામમાં રહેતાં કેટલાક લોકો ગુજરાતમાં વલસાડ બેઠક માટે મતદાન કરે છે તો કેટલાક લોકો મહારાષ્ટ્રના પાલઘર લોકસભા બેઠક માટે મતદાન કરે છે. જો કે અહીં રહેતાં લોકો પાસે બે વોટર આઈડી નથી પણ પાસે પાસે રહેતાં લોકો અલગ અલગ રાજ્યની લોકસભા બેઠક માટે વોટ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ