બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Atiq Ahmed's brother said, will kill me in 15 days, CM will reach Yogi in closed cover Name

નિવેદન / અતિક અહેમદના ભાઈએ કહ્યું હતું, મને 15 જ દિવસમાં મારી નાંખશે, CM યોગીને બંધ કવરમાં પહોંચી જશે નામ

Priyakant

Last Updated: 01:57 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Atiq Murder Case: અશરફે કહ્યું હતું કે, તેમના જીવને ખતરો છે, બે અઠવાડિયામાં તેનો નિકાલ કરવાની યોજના છે. આવી ધમકી એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી, પરંતુ તેણે નામ આપવાનો ઇનકાર કર્યો હતો

  • માફિયા અતીક-અશરફની હત્યા પછી અનેક સવાલો 
  • સંયોગ કહો કે બીજું કંઈક પણ 17 દિવસ પહેલા જ અશરફ કહ્યું હતું 
  • અશરફે મીડિયાકર્મીઓ સાથે વાતચીતમાં કહ્યું હતું, 15 દિવસમાં મારી નાંખશે

માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા પછી અનેક અપડેટ સામે આવી રહી છે. જોકે આને સંયોગ કહો કે બીજું કંઈક પણ 17 દિવસ પહેલા અશરફ અહેમદે મીડિયા સાથેની વાતચીતમાં જે કહ્યું હતું તે સાચું સાબિત થયું છે. અતીક અહેમદના ભાઈ અશરફે તેના જીવને ખતરો હોવાનું જણાવ્યું હતું. બે સપ્તાહમાં તેનો નિકાલ થઈ જશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ નિવેદન અને વીડિયો મીડિયામાં ચર્ચામાં રહ્યો છે. 

વિગતો મુજબ માફિયા 28 માર્ચની મોડી રાત્રે પ્રયાગરાજથી બરેલી જેલમાં પરત ફર્યા હતા. મોડી રાત્રે પણ બરેલીમાં મીડિયાકર્મીઓ હાજર હતા. માફિયા અને પૂર્વ ધારાસભ્ય ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ કેદી વાનમાં બેઠા હતા. અશરફે વાતચીતમાં કહ્યું હતું કે, તેમના જીવને ખતરો છે, બે અઠવાડિયામાં તેનો નિકાલ કરવાની યોજના છે. અશરફે દાવો કર્યો હતો કે, આવી ધમકી એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી, પરંતુ તેણે નામ આપવાનો ઇનકાર કર્યો હતો. આ નિવેદનના 17માં દિવસે અતીક અહેમદ અને અશરફ મર્ડર પોલીસની સામે ખુલ્લેઆમ થઈ ગયા.

મીડિયાકર્મીઓને શું કહ્યું હતું અશરફે ? 
આ તરફ પૂરતી સુરક્ષા વચ્ચે તેને બરેલીથી પ્રયાગરાજની કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતી. અશરફ 28 માર્ચે મોડી રાત્રે બરેલી જેલમાં પરત ફર્યો હતો. ત્યારબાદ ત્યાં હાજર મીડિયાકર્મીઓએ કેદી વાનમાં બેઠેલા અશરફને પ્રશ્ન કર્યો હતો. જોકે એક સવાલના જવાબમાં સનસનીખેજ નિવેદન આપતા કહ્યું કે, એક મોટા અધિકારીએ ધમકી આપી છે,  તેને બે અઠવાડિયામાં જેલમાંથી બહાર કાઢવામાં આવશે અને તેની સાથે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે અધિકારીનું નામ પૂછવામાં આવ્યું તો તેણે કહેવાનો ઇનકાર કર્યો. અશરફે કહ્યું કે, તેઓ સંબંધિત અધિકારી અને અન્ય લોકોની માહિતી મુખ્યમંત્રી યોગી અને મુખ્ય ન્યાયાધીશને બંધ પરબિડીયામાં આપશે.

અમારો પરિવાર રાજકીય કાવતરામાં ફસાયો
અશરફે એમ પણ કહ્યું હતું કે, ઉમેશ પાલ હત્યા કેસ અને કાવતરા સાથે તેને કોઈ લેવાદેવા નથી, તેને ફસાવવા માટે આ કરવામાં આવી રહ્યું છે. અતીકની પત્ની એટલે કે ભાભી શાઇસ્તા પરવીન મેયરની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે, તેથી આ તમામ રાજકીય કાવતરા કરવામાં આવી રહ્યા છે. 

જેલમાં કેમેરા હોય તો કોઈ ષડયંત્ર શક્ય નથી: અશરફ
અશરફે કહ્યું હતું કે, જ્યારે તે અને તેનો ભાઈ લાંબા સમયથી જેલમાં હતા ત્યારે ઉમેશ પાલની હત્યાના કાવતરામાં કેવી રીતે સામેલ હોઈ શકે? જેલની મુલાકાત દરમિયાન LIUના અધિકારીઓ હાજર હોય છે. ડઝનબંધ કેમેરા છે, આવી સ્થિતિમાં કોઈ ષડયંત્ર શક્ય નથી. પોતાના જીવને ખતરો ગણાવતા અશરફે કહ્યું કે, મુખ્યમંત્રી યોગી સામે પણ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. તે મારી પીડા સમજી શકે છે. આ બધું તેના પરિવારને ફસાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ