બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / At what time of the day should one drink milk rich in many nutrients? What are its benefits?

Milk / કયા સમયે દૂધ પીવું સારું કે'વાય, નિયમ પાળશો તો મળશે 4 ગજબના ફાયદા, ભૂલ કરી તો બીમારી

Vishal Dave

Last Updated: 07:13 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિષ્ણાંતોના મતે રાત્રે દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. આ ઉપરાંત, સૂતી વખતે પ્રવૃત્તિનું સ્તર પણ ઘટે છે. તેથી શરીર દૂધમાંથી મહત્તમ કેલ્શિયમ શોષી લે છે.

સ્વસ્થ રહેવા માટે કયા સમયે દૂધ પીવું જોઈએ? તમને પણ આ પ્રશ્ન થતો હશે. તમને જણાવી દઈએ કે દૂધમાં ઉપલબ્ધ વિટામિન ડી અને કેલ્શિયમ હાડકાંને મજબુત બનાવે છે.. આ સિવાય પણ ઘણા સ્વાસ્થ્ય લાભો છે જે દૂધ પીવાથી પ્રાપ્ત થાય છે.. આ જ કારણ છે કે લોકો દૂધનું સેવન કરે છે. બીજી તરફ  કેટલાક લોકો એવા છે જે દૂધ પીવે છે પરંતુ કોઈ ફાયદો નથી મળતો. તેનું કારણ એ હોઇ શકે છે કે  તેઓ યોગ્ય સમયે દૂધ નથી પીતા. હવે પ્રશ્ન એ છે કે દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે? 

 

 

દૂધ પીવાનો સાચો સમય
 સવારે દૂધ પીવું સારું કે રાત્રે સૂતા પહેલા? અલબત્ત આ અંગે લોકોના અલગ-અલગ મંતવ્યો છે, પરંતુ નિષ્ણાતો રાત્રે દૂધ પીવાની સલાહ આપે છે. ડૉ.વિકાસ કુમારના મતે રાત્રે દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. આ ઉપરાંત, સૂતી વખતે પ્રવૃત્તિનું સ્તર પણ ઘટે છે. તેથી શરીર દૂધમાંથી મહત્તમ કેલ્શિયમ શોષી લે છે. જો કે, જો તમે દિવસ દરમિયાન પણ દૂધ પીતા હોવ તો કોઈ નુકસાન નથી.

ખાલી પેટે દૂધ પીવાનું ટાળો
ડોક્ટરના મતે ખાલી પેટે દૂધ પીવાનું ટાળવું જોઈએ. કારણ કે ખાલી પેટે દૂધ પીવાથી કબજિયાત અને ગેસ થઈ શકે છે. આવી સ્થિતિમાં, પાચન સંબંધિત સમસ્યાઓથી પીડિત લોકોને વધુ સાવચેતીની જરૂર છે. જો કે, નાના બાળકો ગમે ત્યારે દૂધ પી શકે છે. આનાથી તેમને દિવસભર એનર્જી મળે છે અને તેમના શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં દૂધ મહત્વનો ભાગ ભજવે છે.

અનિદ્રાને અટકાવશે
 નિષ્ણાતોના મતે, સવારે કે રાત્રે સૂતા પહેલા દૂધ પીવું સારું, અલબત્ત આ અંગે લોકોના અલગ-અલગ મંતવ્યો છે, પરંતુ નિષ્ણાતો રાત્રે દૂધ પીવાની સલાહ આપે છે. ડૉ.વિકાસ કુમારના મતે રાત્રે દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે.

હાડકાં મજબૂત બનશે
નિયમિત દૂધ પીવું એ એક સારી આદત છે. તેનું સેવન કરવાથી શરીરના સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. સદીઓથી, શરીરને ફિટ અને ફાઇન રાખવા માટે દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમે પુખ્ત વયના છો તો રાત્રે દૂધ પીવું વધુ ફાયદાકારક રહેશે.

દાંતના દુઃખાવાથી રાહત
 દૂધ પીવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. ખરેખર, દૂધ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, જે દાંતની સમસ્યાઓથી બચાવે છે.

આ પણ વાંચોઃ  કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવામાં મદદ કરે છે વિટામીન B6, જાણો કઇ વસ્તુઓમાંથી થાય છે પ્રાપ્ત ?

તમને પુષ્કળ ઊર્જા મળશે 
કેટલાક લોકો થોડી મહેનત કર્યા પછી પણ થાક અનુભવવા લાગે છે. આવા લોકો માટે દૂધનું સેવન શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે નિયમિત રીતે દૂધનું સેવન કરશો તો તમે લાંબા સમય સુધી એનર્જીથી ભરપૂર રહેશો. ખાસ કરીને બાળકોને દૂધ પીવડાવવું ખૂબ જ જરૂરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ