બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે પ્રથમ નોરતું: લાલ કપડાં પહેરીને કરો માં શૈલપુત્રીના વધામણાં, જાણો મંત્ર અને મહત્વ

નવરાત્રી 2025 / આજે પ્રથમ નોરતું: લાલ કપડાં પહેરીને કરો માં શૈલપુત્રીના વધામણાં, જાણો મંત્ર અને મહત્વ

Last Updated: 06:17 AM, 22 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શારદીય નવરાત્રી 2025 સોમવાર, 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે. આ તહેવાર દેવી દુર્ગાની પૂજા અને આરાધના માટે એક મહત્વપૂર્ણ સમય છે, જે દરમિયાન નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

દેશભરમાં માતા દુર્ગાની આરાધનાનો મહાપર્વ શારદીય નવરાત્રી સોમવાર 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ પવિત્ર યાત્રાની શરૂઆત ઘટસ્થાપનાથી થાય છે. પ્રથમ દિવસે માતાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. હિમાલય પર્વત પર જન્મ લીધા હોવાથી તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. માતા શૈલપુત્રીને સાહસ, સ્થિરતા અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. તેમને ઉમા, હેમવતી અને વૃષારૂઢા જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. માન્યતા મુજબ તેમની આરાધના કરવાથી સુખ-સમૃદ્ધિ અને સારા ભાગ્યનો આશીર્વાદ મળે છે.

Shailputri

દેવી ભાગવત મુજબ હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ. તેમના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય છે (ક્યાંક વૃષભ પણ કહ્યું છે). નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું શૈલ પુત્રી રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી. જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે.

Navratri-MSG

માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે. પ્રથમ નોરતે માનું પૂજન અર્ચન કરવાથી જીવનમાં અપાર સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.

શુભ મુહૂર્ત

પ્રાત: 6.27 થી 8.16 વાગ્યા સુધી (સમય – 1 કલાક 48 મિનિટ)

અભિજીત મુહૂર્ત – બપોરે 12.07 થી 12.55 (સમય – 48 મિનિટ)

જો સવારના સમયે કલશ સ્થાપના શક્ય ન હોય તો અભિજીત મુહૂર્તમાં પણ તેનો પ્રારંભ કરી શકાય છે.

navratri-brahmchari-mata

પૂજા માટે આવશ્યક સામગ્રી

  • માટીનો કળશ
  • સાત પ્રકારના અનાજ
  • ગંગાજળ
  • કલવા/મૌલી
  • આંબા કે અશોકના પાન
  • નાળિયેર
  • સોપારી
  • ચોખા
  • પુષ્પમાળા
  • લાલ કપડું
  • મીઠાઈ
  • સિંદૂર
  • દુર્વા
navratri-final

પૂજા વિધિ

સવારના સ્નાન બાદ પૂજા સ્થળે ગંગાજળથી શુદ્ધિકરણ કરો. લાલ કપડું પાથરી તેના પર માતાની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો. કલશમાં પાણી, અનાજ, આમના પાન અને નાળિયેર રાખી સંકલ્પ લો. ત્યારબાદ માતાને લાલ પુષ્પ, વસ્ત્ર અને શ્રૃંગાર અર્પિત કરો. દીવો-ધૂપ પ્રગટાવી આરતી કરો અને પ્રસાદમાં સાકાહારી ભોગ ચઢાવો.

navratri-chandi-mata

શૈલપુત્રી માતાનો ભોગ

માતા શૈલપુત્રીને દૂધ અને ઘીથી બનેલા ભોગ અતિ પ્રિય છે. દૂધથી બનેલી ખીર અથવા બર્ફીનો ભોગ અર્પિત કરવાનો વિધિ છે.

માં શૈલપુત્રીની આરતી

શૈલપુત્રી માં બળદ સવારી,

કરે દેવતા જય જયકારી ।

શિવશંકરની પ્રિય ભાવાની,

તારી મહિમા કસી ને ન જાની ।

પાર્વતી તું ઉમા કહેવાય,

જે તને સ્મરે સુખ પામે થાય ।

ઋદ્ધિ-સિદ્ધિ પરવાન કરે તું,

કૃપા કરે ધનવાન કરે તું ।

સોમવારનો વ્રત જે રાખે,

તેના મનવાંછિત ફળને પામે ।

ઘટ સ્થાપન જે ઘરે કરે,

સર્વસિદ્ધિ તેને ઘરે ભરે ।

વધુ વાંચો : સૂર્ય ગ્રહણના પડછાયામાં નવરાત્રિની શરૂઆત, માતાના પૂજન અર્ચન અને કળશ સ્થાપન પહેલા કરો આ 3 કામ

માં શૈલપુત્રી ધ્યાન મંત્ર

વંદે વાન્ચ્છિતલાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ્।

વૃષારૂઢામ્ શૂલધરામ્ શૈલપુત્રીમ્ યશસ્વિનીમ્॥

આ રીતે નવરાત્રીનો પ્રારંભ ભક્તિભાવ સાથે થશે અને નવ દિવસ સુધી સમગ્ર દેશમાં માતાની આરાધનાનો માહોલ છવાઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shailputri Navratri 2025 Sharadiya Navratri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ