બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / લક્ષ્મી અને મહાલક્ષ્મી એક છે કે અલગ-અલગ? એક ક્લિકમાં દૂર કરો મૂંઝવણ

ધર્મ / લક્ષ્મી અને મહાલક્ષ્મી એક છે કે અલગ-અલગ? એક ક્લિકમાં દૂર કરો મૂંઝવણ

Last Updated: 03:38 AM, 1 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણાં ઘરોમાં માતા લક્ષ્મીની પૂજા થાય છે. ખાસ કરીને દિવાળી પર તો લક્ષ્મીજીની આરાધના અનિવાર્ય માનવામાં આવે છે. પરંતુ એક કન્ફ્યુઝન ઘણી વખત જોવા મળે છે. લક્ષ્મી અને મહાલક્ષ્મી શું એક જ છે કે બંને અલગ દેવીઓ છે?

ઘણાં ઘરોમાં માતા લક્ષ્મીની પૂજા થાય છે. ખાસ કરીને દિવાળી પર તો લક્ષ્મીજીની આરાધના અનિવાર્ય માનવામાં આવે છે. પરંતુ એક કન્ફ્યુઝન ઘણી વખત જોવા મળે છે. લક્ષ્મી અને મહાલક્ષ્મી શું એક જ છે કે બંને અલગ દેવીઓ છે?

lakshmi

લક્ષ્મી કોણ?

હિંદુ ધર્મમાં દેવી લક્ષ્મી ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. તેઓ ભગવાન વિષ્ણુની પત્ની છે અને સામાન્ય રીતે તેમના સાથેજ દર્શાવવામાં આવે છે. લક્ષ્મીજીને ચંચલા પણ કહેવામાં આવે છે કારણ કે ધન અને વૈભવ કોઈ પાસે સ્થાયી રહેતા નથી. એટલે લક્ષ્મીની કૃપા ક્ષણિક હોઈ શકે છે.

Durga (2)

મહાલક્ષ્મી કોણ?

મહાલક્ષ્મી માતા દુર્ગાનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. મહાલક્ષ્મી માત્ર ધન જ નહીં પરંતુ સ્થિરતા, શક્તિ અને શાશ્વત સમૃદ્ધિનું પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, મહાલક્ષ્મીનું સ્વરૂપ બ્રહ્માંડની રક્ષા કરનાર શક્તિ તરીકે માનવામાં આવે છે. તેઓને મહાવિષ્ણુની પત્ની ગણવામાં આવે છે અને મહાકાલી તથા મહાસરસ્વતી સાથે ત્રિદેવીમાં સ્થાન અપાયું છે.

મુખ્ય તફાવત શું છે?

લક્ષ્મી : ધન, વૈભવ અને ભાગ્યની દેવી. તેમની પૂજાથી માનવીને ભૌતિક સુખ-સગવડ અને સમૃદ્ધિ મળે છે, પરંતુ તે કાયમી ન હોઈ શકે.

મહાલક્ષ્મી : શાશ્વત ધન, સ્થિર સમૃદ્ધિ અને દૈવી શક્તિ આપનાર દેવી. તેમની પૂજાથી જીવનમાં સ્થિરતા અને અખૂટ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

વધુમાં વાંચો: સાચી થઈ રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી, ભારતમાં દેખાઈ રહી છે તેની અસર!

કહી શકાય કે લક્ષ્મી ક્ષણિક સુખ અને સમૃદ્ધિ આપે છે, જ્યારે મહાલક્ષ્મી સ્થિર વૈભવ અને અનંત સંપત્તિનું પ્રતીક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahalakshmi Lakshmi Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ