બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Assembly election 2023 / ભારત / Assembly Elections 2023 In Chhattisgarh, game change with the Congress, BJP's bumper win

BIG BREAKING / છત્તીસગઢમાં છેલ્લે-છેલ્લે કોંગ્રેસ સાથે થઈ ગયો 'ખેલ', ભાજપની બમ્પર જીત, CMની રેસમાં જુઓ કયા કયા નામો

Megha

Last Updated: 01:33 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢમાં શરૂઆતી વલણમાં કોંગ્રેસ આગળ હતું પણ છેલ્લે-છેલ્લે કોંગ્રેસ સાથે 'ખેલ' થઈ ગયો છે. હાલ છત્તીસગઢમાં ભાજપને ભારે બહુમતી મળતી દેખાઈ રહી છે.

  • છત્તીસગઢમાં શરૂઆતી વલણમાં કોંગ્રેસ આગળ દેખાઈ રહ્યું હતું 
  • હાલ છત્તીસગઢમાં ભાજપને ભારે બહુમતી મળતી દેખાઈ રહી છે
  • છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થયું હતું

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જેની મતગણતરી હાલ થઈ રહી છે. છત્તીસગઢમાં શરૂઆતી વલણમાં કોંગ્રેસ આગળ હતું પણ છેલ્લે-છેલ્લે કોંગ્રેસ સાથે 'ખેલ' થઈ ગયો છે. હાલ છત્તીસગઢમાં ભાજપને ભારે બહુમતી મળતી દેખાઈ રહી છે. 

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થયું હતું. છત્તીસગઢની 90 બેઠકો છે જેમાં 1181 ઉમેદવારોએ ભાગ લીધી હતો. છત્તીસગઢમાં 72% મતદાન નોંધાયુ હતુ. છત્તીસગઢમાં બે મોટાં પક્ષો ભાજપ-કોંગ્રેસ વચ્ચે કડી ટક્કર જોવા મળી રહે છે. આ વખતે ચૂંટણીમાં 2,03,80,079 મતદાતા છે અને 33 કેન્દ્રો પર મત ગણતરી કરવામાં આવી હતી. 

મહત્વના મુદ્દાઓ 
- છત્તીસગઢમાં  કુલ 90 વિધાનસભા બેઠકો છે 
- છત્તીસગઢમાં  બે તબક્કામાં મતદાન થયું હતું
-  છત્તીસગઢમાં 72% મતદાન નોંધાયુ હતું 
-  છત્તીસગઢની 15 બેઠક પર લોકોની વિશેષ નજર છે
- 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે 90 માંથી 68 બેઠકો મેળવી હતી 

એક્ઝિટ પોલ પ્રમાણે રાજ્યમાં ફરી ભૂપેશ બઘેલ સરકાર આવવાનું અનુમાન છે. કોંગ્રેસને 40-50, ભાજપને 36-46 બેઠકોનું અનુમાન છે. 


વર્ષ 2018માં કેવું રહ્યું હતું છત્તીસગઢનું પરિણામ?
છત્તીસગઢમાં વર્ષ 2018ની ચૂંટણીમાં 90 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસને 68 સીટો મળી હતી. તેની સામે ભાજપને 15 સીટો મનો હતી. પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢે પણ પાંચ સીટ જીતી હતી જ્યારે બે સીટ બસપાના ખાતામાં ગઈ હતી. આ પરિણામ પછી કોંગ્રેસે સરકાર બનાવી હતી. 

2013ની વિધાનસભા ચૂંટણીમાં કેવું રહ્યું પરિણામ?
2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49 બેઠકો મળી હતી. તે જ સમયે, કોંગ્રેસને 38 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં બસપાએ એક સીટ જીતી હતી અને એક અપક્ષ ઉમેદવારે પણ જીત મેળવી હતી. આ ચૂંટણીમાં ભાજપને 41.04 ટકા અને કોંગ્રેસને 40.29 ટકા વોટ મળ્યા હતા. આ ચૂંટણીમાં બસપાને 4.27 ટકા વોટ મળ્યા હતા. 

છત્તીસગઢ ચૂંટણી 2008 પરિણામ
2008ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 50 બેઠકો જીતવામાં સફળ રહી હતી. તે જ સમયે, કોંગ્રેસને 38 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં બસપાને બે બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપને 40.33 ટકા અને કોંગ્રેસને 38.63 ટકા વોટ મળ્યા હતા. આ ચૂંટણીમાં બસપાને 6.11 ટકા વોટ મળ્યા હતા. આ ચૂંટણીમાં કુલ મતદાન ટકાવારી 70.51% હતી. આ ચૂંટણીમાં 71.80 ટકા પુરૂષો અને 69.20 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું.

છત્તીસગઢમાં વર્ષ 2003ની ચૂંટણીનું પરિણામ 
નવેમ્બર 2003માં યોજાયેલી છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની 90 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ડો.રમણસિંહ ભાજપના મુખ્યમંત્રીપદનો ચહેરો હતા. આ ચૂંટણીમાં ભાજપે 50 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં BSPએ બે અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)એ એક સીટ જીતી હતી. જણાવી દઈએ કે વર્તમાન છત્તીસગઢ જનતા કોંગ્રેસ (JCCJ)ના પ્રમુખ અજીત જોગી પણ 2003ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાં હતા. આ ચૂંટણી પહેલા અજીત જોગી રાજ્યના મુખ્યમંત્રી હતા. અજીત જોગી હવે કોંગ્રેસથી અલગ થઈ ગયા છે. 

જણાવી દઈએ કે આ ચૂંટણીમાં ભાજપને 39.26 ટકા અને કોંગ્રેસને 36.71 ટકા વોટ મળ્યા હતા. આ ચૂંટણીમાં BSPને 4.45 ટકા અને NCPને 7.02 ટકા વોટ મળ્યા હતા. આ ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 1,35,43,656 હતી. જેમાં 68,11,150 પુરૂષો અને 67,32,506 મહિલાઓ હતા. 2003ની વિધાનસભા ચૂંટણીમાં 50,84,506 પુરૂષો અને 45,71,656 મહિલાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ચૂંટણીમાં મતદાનની કુલ ટકાવારી 71.30% હતી. આ ચૂંટણીમાં 74.65 ટકા પુરૂષો અને 67.90 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ