બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ashraf gani says leaving kabul most difficult decision of my life

નિર્ણય / અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની આવ્યા સામે, માફી માંગીને જુઓ શું બોલ્યા

Published By: Bhushita

Last Updated: 08:03 AM, 9 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે કાબુલ છોડવું તેમના માટે સૌથી મુશ્કેલ નિર્ણય હતો.

  • અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની આવ્યા સામે
  • માફી માંગીને કહી આ મોટી વાત
  • કાબુલ છોડવું સૌથી મુશ્કેલ નિર્ણય હતોઃ અશરફ ગની

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડવાને લઈને પોતાની વાત રાખી છે. તેઓએ ટ્વિટ કરીને નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે તેઓ સુરક્ષાબળના કહ્યા બાદ જ કાબુલ છોડીને ગયા હતા. 

ગનીએ શું કહ્યું
તેઓએ કહ્યું કે જો તેઓ કાબુલ ન છોડતા તો ફરીથી એકવાર 1990 જેવી સ્થિતિ સર્જાતી. ગનીએ કહ્યું કે તેમના માટે કાબુલ છોડવું સૌથી મુશ્કેલ નિર્ણય હતો. પણ તેમનું માનવું છે કે લાખો લોકોને બચાવવા માટે આ એકમાત્ર રીત હતી. 

લોકતંત્ર માટે કરતા હતા કામ
અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે તેઓ 20 વર્ષથી વધારે સમયથી અફઘાનિસ્તાનના લોકતંત્ર માટે કામ કરી રહ્યા હતા. તેઓ ક્યારેય કાબુલ છોડવા ઈચ્છતા ન હતા. આ સમયે તેમના અફઘાનિસ્તાનના છોડવાનો નિર્ણય યોગ્ય ન હતો.

ભ્રષ્ટાચાર સામે લડવું એ મુખ્ય હેતુ હતો
અશરફ ગનીના અનુસાર તેમને નિરાધાર આરોપોનો જવાબ આપવાનો છે. તેમની પર આરોપ લગાવાયા છે કે તે કાબુલથી નીકળતી સમયે સામાન્ય લોકોના રૂપિયા લઈ ગયા. આ આરોપો સદંતર ખોટા છે. એક રાષ્ટ્રપતિના રીતે ભ્રષ્ટાચાર સામે લડવું તેમનો મુખ્ય હેતુ રહ્યો છે. તેઓએ તેમની અને તેમની પત્નીની તમામ સંપત્તિને સાર્વજનિક જાહેર કરી છે. તે પોતાના નિવેદનને માટે યૂનાઈટેડ નેશન્સ કે કોઈ અન્ય સ્વતંત્ર નિકાયના આઘારે અધિકારિક ઓડિટ કે તપાસનું સ્વાગત કરે છે. 

બલિદાનને માટે સમ્માન પ્રકટ કર્યું
ગનીનું કહેવું છે કે તેમને વિશ્વાસ છે કે એક લોકતાંત્રિક અફઘાનિસ્તાન એકમાત્ર રસ્તો છે. આ દેશને આગળ વધવાનો રસ્તો છે. તેઓએ કહ્યું કે છેલ્લા 40 વર્ષોથી લડી રહેલા અફઘાન સેનિકો અને તેમના પરિવારના બલિદાનને પ્રતિ સમ્માન પ્રકટ કરે છે. તેમે અફસોસ છે કે તેમનો અધ્યાય ત્રાસદીમાં ખતમ થયો. ગનીનું કહેવું છે કે તેઓ અફઘાનિસ્તાનના લોકોની માફી માંગે છે.. તે તેનાથી સારી રીતે ખતમ કરી શકવા સક્ષમ ન હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

afghanistan ashraf gani difficult decision leaving kabul અફઘાનિસ્તાન અશરફ ગની કાબુલ નિર્ણય ashraf gani

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ