બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Ashok Gehlot launched the campaign of Congress kaam bole che in Gujarat
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે 'કોંગ્રેસનું કામ બોલે છે' શિર્ષક હેઠળ 'બોલો સરકાર' કેમ્પેઇન લોન્ચ કર્યું છે. આ કેમ્પેઈન અંતર્ગત કોંગ્રેસ કોંગ્રેસની સરકારમાં થયેલા કામની માહિતી લોકો સમક્ષ પહોંચાડશે.
27 વર્ષમાં રાજસ્થાને ગુજરાત કરતા ડબલ વિકાસ કર્યો: અશોક ગેહલોત
ADVERTISEMENT
આ કેમ્પેઈન લોન્ચ કર્યા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 2017માં કોંગ્રેસની સરકાર બનતા બનતા રહી ગઈ હતી. એ સમયે ભાજપ ગભરાયું હતું. જેથી મણીશંકર ઐયરના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું હતું. ભાજપની સરકાર દેશના બંધારણનું અપમાન કરે છે. ભાજપ માત્ર ધર્મના નામ પર ચૂંટણી જીતે છે. વધુમાં અશોક ગેહલોતે જણાવ્યું કે, ગુજરાતનું મોડેલ ગુમારહ કરનારૂં છે. 27 વર્ષમાં રાજસ્થાને ગુજરાત કરતા ડબલ વિકાસ કર્યો છે. અત્યારે રાજસ્થાન આરોગ્ય અને શિક્ષણમાં નંબર એક પર છે.
ગુજરાત કેબિનેટ બદલાવ મુદ્દે અશોક ગહેલોતના પ્રહાર
આ ઉપરાંત ગુજરાતના નવા મંત્રીમંડળ પર તંજ કસતા કહ્યું હતું કે ઇતિહાસમાં પ્રથમ વખત આખી કેબિનેટ બદલવી પડી, એનો મતલબ કે બધા ભ્રષ્ટાચારી હતા? કોરોના વખતે ભાજપ કાર્યાલયમાં વેક્સિન છુપાવી હતી. આજકાલ દેશમાં EDનું રાજ ચાલે છે. સમગ્ર દેશમાં EDએ આતંક ફેલાવ્યો છે. CBI કરતા ED પાસે વધારે પાવર છે
ADVERTISEMENT
Watch Live: श्री @ashokgehlot5 , श्री @RaghusharmaINC , श्री @jagdishthakormp की उपस्थिति में गुजरात चुनाव अभियान का शुभारंभ#CongressNuKaamBoleChehttps://t.co/DOgG7Y5xdn
— Gujarat Congress (@INCGujarat) August 18, 2022
ADVERTISEMENT
ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી થવા લાગી: અશોક ગહેલોત
ગુજરાતમાં દારૂબંધી પર અશોક ગહેલોત ફરી બોલ્યા હતા અને સરકાર પર વાર કરતાં કહ્યું હતું કે ગુજરાત સરકારને દારૂબંધી કરવા રસ જ નથી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાગળ પર છે. દારૂની હોમ ડિલિવરી થવા લાગી છે. હવે ગુજરાતમાં ડ્રગ્સ પણ મળવા લાગ્યું છે. પાડોશી રાજ્યો સાથે મળીને દારૂબંધીની અમલવારી કડક કરવી જોઈએ.
લમ્પી વાયરસને રાષ્ટ્રીય આપદા જાહેર કરો
લમ્પી વાયરસને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાની માંગ સાથે અશોક ગહેલોતે જણાવ્યું હતું કે ગાય આપણી માતા છે. આ બીમારીમાં ગાય તડપી તડપીને મરે છે. ગાયની યોગ્ય સારવાર થવી જોઈએ
ADVERTISEMENT
મારું બુથ મારું ગૌરવ' કેમ્પેઇન
કોંગ્રેસના નિરીક્ષક અશોક ગેહલોત હાલ ગુજરાત પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે ચૂંટણીક્ષણી વ્યૂહરચનાને લઈ ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હવે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે જઈ સંગઠન વધુ મજબૂત કરવા તરફ ધ્યાન આપશે. તેને લઈને બુથ મેનેજમેન્ટ માટે પ્રદેશ કોંગ્રેસે વ્યૂહરચના ઘડી છે. 'મારું બુથ મારું ગૌરવ' કેમ્પેઇન હેઠળ બુથોને મજબૂત કરવામાં આવશે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં 52 હજાર બુથની વિગતો એકત્રિત કરાશે. તાલુકા પ્રમુખોને આજથી જ ચૂંટણી પ્રચારમાં લાગી જવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.