બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / As Chinese companies prepare to take a big decision, find out what will benefit India

બિઝનેસ / ચીનને લાગશે વધુ એક ઝટકો: ચાઇનીઝ કંપનીઓએ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, જાણો ભારતને શું થશે મોટો ફાયદો

Megha

Last Updated: 01:53 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Xiaomi, Oppo અને Vivoએ ભારતમાં ઉત્પાદિત ફોનની નિકાસ શરૂ કરવાની યોજના બનાવી છે. સેમસંગ અને એપલ પહેલાથી જ ભારતમાં બનેલા ફોનને અન્ય માર્કેટમાં એક્સપોર્ટ કરી રહ્યા છે.

  • ચીનને ચીનની કંપનીઓ જ ઝટકો આપી શકે છે
  • મેડ-ઈન ઈન્ડિયા સ્માર્ટફોનને બીજા માર્કેટમાં એકપોર્ટ કરવામાં આવશે
  • સેમસંગ અને એપલ પહેલેથી જ ભારતમાં બનેલા ફોનની નિકાસ કરી રહ્યા છે

ચીનને ચીનની કંપનીઓ જ ઝટકો આપી શકે છે. જો કે તેનાથી ભારતને ઘણો ફાયદો મળી શકે છે. એક રિપોર્ટ અનુસાર ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ્સ Xiaomi, Oppo અને Vivo આ વાત પર તૈયાર થઈ ગયા છે કે મેડ-ઈન ઈન્ડિયા સ્માર્ટફોનને બીજા માર્કેટમાં એકપોર્ટ કરવામાં આવશે. જો આમ થયું તો ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને પણ ઘણો વેગ મળશે. 

આ સાથે જ આ પગલાથી ચાઈનીઝ ફેસિલિટીમાંથી મોટા ભાગના મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં ઘટાડો થઈ શકે છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ભારત સરકારની મોટી જીત છે અને આવું પહેલી વખત બનશે જ્યારે ચીનની સ્માર્ટફોન કંપનીઓ ગ્લોબલ પ્રોડક્શન વેલ્યૂને ભારત સાથે શેર કરશે. જો કે આ પહેલા કંપનીઓ તેને ઘણી વખત રિજેક્ટ કરી ચૂકી છે, 

સેમસંગ અને એપલ પહેલેથી જ ભારતમાં બનેલા ફોનની નિકાસ કરી રહ્યા છે
મેડ-ઈન ઈન્ડિયા સ્માર્ટફોનને બીજા માર્કેટમાં એકપોર્ટ શરૂ થશે તો  આવનારા સમયમાં તેની અસર કંપનીઓની મેન્યુફેક્ચરિંગ સ્ટ્રેટર્જી શિફ્ટ પર જોવા મળશે. હાલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Xiaomi, Oppo અને Vivoએ ભારતમાં ઉત્પાદિત ફોનની નિકાસ શરૂ કરવાની યોજના બનાવી છે. જો કે સેમસંગ અને એપલ પહેલાથી જ ભારતમાં બનેલા ફોનને અન્ય માર્કેટમાં એક્સપોર્ટ કરી રહ્યા છે. આ સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Xiaomi, Oppo અને Vivo દ્વારા ભારતમાં બનાવેલા ફોન આફ્રિકા, મધ્ય પૂર્વ, લેટિન અમેરિકા અને યુરોપના કેટલાક ભાગોમાં એસપોર્ટ થશે અને આ સિવાય પાકિસ્તાન જેવા પાડોશી દેશોમાં ફોનની નિકાસ કરી શકાય છે. 

PLI સ્કીમનો પણ લાભ મળશે
કોરોના અને ગાલવાન ખીણમાં થયેલ ઘટના પછી ભારતમાં ચીની રોકાણને નિરાશ કરવા માટે સરકાર દ્વારા લાદવામાં આવેલા કડક નિયંત્રણોનું પરિણામ પણ આ હોઈ શકે છે. જો કે હાલ ચીની સ્માર્ટફોન કંપનીઓ માટે ભારતમાં તેમનું રોકાણ ચાલુ રાખવું મુશ્કેલ બની ગયું છે. ભારતીય બજારમાં ટકી રહેવા માટે આ ત્રણેય કંપનીઓ સરકારની પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાને કારણે આ પગલાં લઈ શકે છે. 

રિપોર્ટમાં ટાંકીને કહેવામાં આવ્યું છે કે Xiaomi, Oppo અને Vivo પર સરકારનું વધતું દબાણ પણ કામ કરી રહ્યું છે અને એવું પણ માનવામાં આવે છે કે Optiemus Infracom અને Dixonજેવી સ્થાનિક મેન્યુફેક્ચરિંગ કંપનીઓ આ ચીની કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. અત્યારે આ અંગે વધુ અહેવાલોની રાહ જોવાની રહી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ