બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરૂદ્ધ લખ્યો પત્ર, મૂક્યો પક્ષ વિરોધી પ્રવૃતિ આચર્યાનો ગંભીર આક્ષેપ

તહોમત / અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરૂદ્ધ લખ્યો પત્ર, મૂક્યો પક્ષ વિરોધી પ્રવૃતિ આચર્યાનો ગંભીર આક્ષેપ

Last Updated: 07:38 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli News: ભાજપ નેતા જવાહર ચાવડા સામે માણાવદરથી ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પત્ર લખ્યો છે. પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં જવાહર ચાવડા સામે પક્ષ વિરોધી પ્રવૃતિ કર્યાનો આક્ષેપ કર્યો છે.

લોકસભા ચૂંટણીનું મતદાન તો થઈ ગયું છે, પરંતુ મતદાન પૂરા થયા પછી ભાજપના નેતાઓમાં અંદરો અંદર ભરોયેલો રોષ હવે એક બાદ એક નેતા બહાર નીકાળી રહ્યાં છે. ત્યારે વધુ એક ભાજપ નેતાનો ઉકળાટ બહાર આવ્યો છે. ભાજપ નેતા જવાહર ચાવડા સામે માણાવદરથી ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પત્ર લખ્યો છે.

જવાહર ચાવડા સામે લાડાણીનો આરોપ

અરવિંદ લાડાણીએ પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં જવાહર ચાવડા સામે પક્ષ વિરોધી પ્રવૃતિ કર્યાનો આક્ષેપ કર્યો છે. અરવિંદ લાડાણીએ કહ્યું કે 4 મેના રોજ મળેલી એક બેઠકમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા માટે ચર્ચા થઇ હતી. પક્ષ વિરોધી પ્રવૃતિના આરોપ બાદ હવે જૂનાગઢ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે અમરેલી બાદ હવે જૂનાગઢ ભાજપમાં પણ આગના તણખા જેવું રાજકારણ ગરમ થયું છે.

A 1

વાંચવા જેવું: ચૂંટણી બાદ અમરેલીમાં બદલાયા ભાજપ નેતાઓના સૂર, હવે ભરત કાનાબારે સવાલ ઉઠાવ્યા

પત્રમાં શું લખ્યું?

પત્રમાં આક્ષેપ કરાયો છે કે, જવાહર ચાવડાના પુત્રએ 700થી 800 કર્મચારીને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા હાંકલ કરી હતી. 6 મે 2024એ કેબિનેટ મંત્રીએ નુતન જીનીંગ ફેક્ટરીમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. જવાહર ચાવડના દીકરા રાજ ચાવડાએ કોંગ્રેસ ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું. મતદાનના દિવસે જવાહર ચાવડાએ માણાવદર-વંથલી અને મેંદરડાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો. પ્રવાસ દરમિયાન કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા હાંકલ કરી હતી

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ