બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / arvind kejriwal announce 300 unit free power in goa

રાજકારણ / કેજરીવાલની જાહેરાત: જો આ રાજ્યમાં અમારી સરકાર બનશે તો મફતમાં વિજળી આપીશું અને જુના બિલ માફ કરીશું

Published By: Arohi

Last Updated: 11:49 AM, 14 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવિંદ કેજરીવાલે ચૂંટણીનો દાવો કરતા કહ્યું કે રાજ્યના ખેડૂતોને ખેતી કરવા માટે ફ્રી વિજળી આપવામાં આવશે.

  • અરવિંદ કેજરીવાલ બે દિવસની મુલાકાતે પહોંચ્યા 
  • ગોવામાં આવતા વર્ષે ચૂંટણી યોજાવાની 
  • લોકોને 300 યુનિટ સુધી ફ્રી વિજળી આપવામાં આવશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ અને ઉત્તરાખંડમાં રણસિંગુ ફૂંક્યા બાદ હવે તે ગેવાની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં કેજરીવાલે બુધવારે ગોવામાં પ્રેસ કોન્ફરન્સ કરીને મતદાતાઓ માટે ચાર મોટી જાહેરાતો કરી છે. તેમણે કહ્યું છે કે જો ગોવામાં આમ આદમી પાર્ટીની સરકાર બની તો લોકોને 300 યુનિટ સુધી ફ્રી વિજળી આપવામાં આવશે. 

જુના વિજળીના બિલ પણ માફ કરવામાં આવશે
અરવિંદ કેજરીવાલે દાવો કરતા કહ્યું છે કે રાજ્યમાં દરેક લોકોના જુના વિજળીના બિલ પણ માફ કરવામાં આવશે. તેની સાથે જ રાજ્યમાં 24 કલાક વિજળી સપ્લાય થશે. ત્યાં જ રાજ્યના ખેડૂતોને ખેતી કરવા માટે ફ્રી વિજળી આપવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં અમે આ કરીને બતાવ્યું છે. અમે દિલ્હીમાં એક્સપેરીમેન્ટ કરીને આવ્યા છીએ. આ ગોવામાં પણ કામ કરશે. 

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મંગળવારે બપોરે દબોલિન એરપોર્ટ પર કેજરીવાલનું સ્વાગત કર્યુ. જ્યાર બાદ તે પણજીની પાસે એક ફાઈવ સ્ટાર રિઝોર્ટમાં ગયા. પ્રવાસ દરમિયાન કેજરીવાલ રાજ્યમાં પાર્ટી સંગઠનની સમિક્ષા કરશે અને પક્ષના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે. 

આ પહેલા પંજાબમાં પણ કર્યો હતો આવો વાયદો 
ત્યાં જ આમ આદમી પાર્ટીના ઉચ્ચ પદના સૂત્રોએ પહેલા જાણાકારી આપી હતી કે ગોવામાં 300 યુનિટ વિજળી બાદ 50 ટકા હિસાબથી ચાર્જ કરવામાં આવશે. આ પહેલા કેજરીવાલે પંજાબમાં આવતા વર્ષે ચૂંટણી પહેલા ત્યાના લોકોને 300 યુનિટ સુધી ફ્રી વિજળી આપવાનો વાયદો કર્યો હતો. પંજાબમાં વિજળી કપાત મોટી સમસ્યા છે. કેજરીવાલે ત્યાં ત્રણ મોટા વાયદા કર્યા હતા. તેમાં પંજાબના દરેક ઘરને 300 યુનિટ ફ્રી વિજળી, ઘરેલુ વપરાશ કરતાનું બાકી વિજળી બિલ માફ કરવું. દરેક ઘરને 24 કલાક વિજળી આપવા વગેરે જેવા વાયદાનો સમાવેશ થાય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Arvind kejriwal free power goa કેજરીવાલ ગોવા વિજબીલ વિજળી arvind kejriwal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ