બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / arunachal pradesh and sikkim assembly election results will come on 2nd june not june 4 why ec changed date

ઈલેક્શન અપડેટ / BIG NEWS: બે રાજ્યોમાં મતગણતરીની તારીખમાં ફેરફાર, આ કારણે ચૂંટણીપંચે લીધો નિર્ણય

Dinesh

Last Updated: 04:26 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 જૂનને બદલે 2 જૂને આવશે, ચૂંટણી પંચે તારીખમાં કર્યો ફેરફાર

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 જૂનને બદલે 2 જૂને આવશે. આ બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે. જે સ્થિતિને લઈતમામ સંજોગો વચ્ચે 2 જૂન સુધીમાં મતગણતરી પૂર્ણ થવી જોઈએ. જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતગણતરી માટે 4 જૂનની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે 2 જૂને મતગણતરી થશે. 

અરુણાચલ પ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે 19 એપ્રિલે મતદાન થશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 20 માર્ચે વિધાનસભા ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ત્યારબાદ નામાંકન પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ છે. જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 28 માર્ચે કરવામાં આવશે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ છે.

લોકસભા અને વિધાનસભા બંનેની ચૂંટણીની મતગણતરી 4 જૂને થવાની હતી. અરુણાચલ પ્રદેશમાં બે લોકસભા અને 60 બેઠકો વિધાનસભાની છે. રાજ્યની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે રાજ્યની બંને લોકસભા બેઠકો જીતી હતી. વિધાનસભામાં ભાજપે 41 બેઠકો જીતી હતી, જ્યારે જનતા દળ (યુનાઈટેડ)એ સાત, એનપીપીને પાંચ અને કોંગ્રેસને ચાર બેઠકો મળી હતી, જ્યારે પીપીએ એક બેઠક જીતી હતી, જ્યારે બે અપક્ષ ઉમેદવારો પણ જીત્યા હતા. 

વાંચવા જેવું: ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલ સામે FIR, મહાદેવ બેટિંગ એપ મામલે એક્શન

સિક્કિમમાં 19 એપ્રિલે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે. હિમાલયના આ રાજ્યમાં માત્ર એક લોકસભા બેઠક અને 32 વિધાનસભા બેઠકો છે. EC અનુસાર 20 માર્ચે ચૂંટણીની સૂચના જારી કરવામાં આવશે. ત્યારબાદ નામાંકન ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ છે. જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 28 માર્ચે થશે. પંચે કહ્યું કે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ છે. ચૂંટણીમાં સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)નો સામનો સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) સાથે થશે.

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ