બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / Arjun Modhwadia's brother Ramdev Modhwadia suspended from Congress, accused of anti-party tendencies
Last Updated: 02:03 PM, 8 March 2024
કોંગ્રેસ પાર્ટીમાં કશું ઠીક નથી ચાલી રહ્યું.. એક તરફ દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી રહ્યા છે.. તો બીજી તરફ કેટલાક નેતાઓને પાર્ટી ખુદ બહારનો રસ્તો બતાવી રહી છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા ભાજપનો કેસરિયો ખેસ પહેવાની ઘટના હજુ તાાજી જ છે. એવા માં એમના ભાઇ રામદેવ મોઢવાડિયાને કોંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધાના સમાચાર સામે આવ્યા છે.. તેમની સામે પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરવાનો આરોપ છે. જે બદલ તેમની સામે શિસ્ત સમિતિએ પગલા લેતા તેમને સસ્પેન્ડ કરી દીધા છે. રામદેવ મોઢવાડિયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
મહત્વપૂર્ણ છે કે રામદેવ મોઢવાડિયાના ભાઇ અર્જુનભાઇ મોઢવાડિયા પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંથી એક હતા.. તેઓ ભૂતકાળમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.. અને હાલ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય પણ હતા, તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયા છે..
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.