બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Surat corporator son dies in house fire
Last Updated: 12:01 PM, 8 March 2024
સુરતના મોટા વરાછા વિસ્તારમાં કોર્પોરેટર જીતુ કાછડીયા ના 17 વર્ષીય પુત્રનું આગની ઘટનામાં મોત નિપજ્યુ છે..મોટા વરાછામાં આનંદધારા સોસાયટીમાં રહેતા AAPના કોર્પોરેટર જીતુ કાછડીયાના ઘરે આગની ઘટના બની હતી ..આગ લાગી ત્યારે સાત વ્યક્તિઓ ઘરમાં હતા તમામ વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા પરંતુ 17 વર્ષથી એપ્રિન્સ કાછડીયા બહાર નીકળી શકતા મોત નિપજ્યુ હતુ.
ADVERTISEMENT

પ્રિન્સ ધો. 12 ની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો
આગામી તા. 11 માર્ચથી શરૂ થઈ રહેલી ધો. 12 ની બોર્ડની પરીક્ષાને લઈ પ્રિન્સ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે આખો પરિવાર સૂઈ રહ્યો હતો. ત્યારે મોડી રાત્રે બે વાગ્યાનાં સુમારે અચાનક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે થોડી જ ક્ષણોમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી દીધું હતું.
ADVERTISEMENT

સમગ્ર મકાનમાં ધૂમાડો ધૂમાડો થતા પ્રિન્સ બહાર નીકળી શક્યો ન હતો
મકાનનાં બીજા માળે જીતેન્દ્ર કાછડિયાનાં પરિવારના સાત સભ્યો સૂઈ રહ્યા હતા. તે દરમ્યાન આગની ઘટના બનતા સમગ્ર પરિવારજનોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ઘરમાં આગ લાગી હોવાની જાણ પ્રિન્સ તેમજ તેના ભાઈને તેના કાકાએ જઈને જગાડ્યા હતા. જે બાદ તેઓએ બહાર નીકળવા પ્રયત્ન કર્યો હતો. પરંતું તેઓ બહાર નીકળી શકે તેવી સ્થિતિ ન હતી.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ગુજરાતની 15 બેઠકોના તો નામ આવી ગયા, બાકીની 11 સિટોનું શું? ભાજપ જાહેર કરી શકે છે ચોંકાવનારા નામ
ફાઈટરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા
ત્યારે આગ એટલી ભીષણ હતી કે, થોડાક જ સમયમાં સમગ્ર મકાનનાં ધૂમાડો ધૂમાડો થઈ જવા પામ્યો હતો. જેથી પ્રિન્સ બહાર નીકળી શક્યો ન હતો. આગમાં દાઝી જવાના કારણે પ્રિન્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ ફાયર ફાઈટરને થતા ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.