બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / સુરત / વડોદરા / The names of 11 seats of Gujarat Lok Sabha Election 2024 will be announced soon

Lok Sabha Election 2024 / ગુજરાતની 15 બેઠકોના તો નામ આવી ગયા, બાકીની 11 સિટોનું શું? ભાજપ જાહેર કરી શકે છે ચોંકાવનારા નામ

Vishal Khamar

Last Updated: 01:16 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદીમાં 195 નામોની જાહેરાત કરી હતી. જેમાં બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. પ્રથમ યાદીમાં ગુજરાતની 15 બેઠકો માટેના ઉમેદવારોના નામ હતા. રાજ્યની બાકીની 11 બેઠકો માટે કેટલીક બેઠકો પર નામોની ભારે ચર્ચા ચાલી રહી છે.

ભાજપે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હવે પછીની યાદીમાં બાકીની 11 બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપે પ્રથમ યાદીમાં માત્ર પાંચ સાંસદોની ટીકીટ કાપી છે, પરંતુ આગામી યાદીમાં વધુ કાતરનો ઉપયોગ થવાની અટકળોએ ભાજપની અંદરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વડોદરા, મહેસાણા, સુરત અને અમદાવાદની બાકીની બેઠકોમાં સૌથી વધુ રસ છે. હવે જોવાનું એ રહે છે કે કેટલીક લોટરી લાગે છે અને કેટલીક ટિકિટ કપાય છે. ભાજપની આગામી યાદી માટે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની બાકી છે.

ગુજરાતની બાકીની 11 બેઠકો માટે કયા નામો ચર્ચામાં છે?

લોકસભા બેઠક ચર્ચાઈ રહેલ નામો
અમરેલી બાવકુભાઈ ઉંધડ, ભરત કાનાબાર, કૌશિક વેકરીયા (ડેપ્યુટી વ્હીપ ગુજરાત વિધાનસભા), મુકેશ સંઘાણી, ભરત સુતરીયા.
વડોદરા એસ જયશંકર, રાકેશ અસ્થાના, દીપિકા ચિખલિયા, રાજેન્દ્ર ત્રિવેદી, ભાર્ગવ ભટ્ટ
છોટા ઉદેપુર નારણ રાઠવા, સંગ્રામ રાઠવા
જુનાગઢ કિરીટ પટેલ, ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ, ગીતાબેન માલમ
ભાવનગર હીરા સોલંકી
સુરેન્દ્ર નગર ડૉ.મહેન્દ્ર મુંજપરા (વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી), કુંવરજી બાવળિયા, શંકર વેગડ, પ્રકાશ વરમોરા
સુરત ડો.જગદીશ પટેલ, રણજીત ગિલિટવાલા, નીતિન ભજીવાલા, મુકેશ દલાલ, હેમાલી બોઘાવાલા (પૂર્વ મેયર)
વલસાડ કોઈપણ નવો ચહેરો (કેસી પટેલનું પુનરાવર્તન કરવું મુશ્કેલ)
અમદાવાદ પૂર્વ ગોરધન ઝડફિયા, વલ્લભ કાકડિયા, જગદીશ પટેલ
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ, પ્રફુલ્લભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્રસિંહ બૈર્ય, કૌશલ કુંભારબા પરમાર
મહેસાણા જુગલ ઠાકોર, પ્રકાશ પટેલ, સીટીંગ સાંસદ શારદાબેનના પુત્ર આનંદ પટેલ, એ.કે.પટેલના પુત્ર ધનેશ પટેલ.

વધુ વાંચોઃ કોઈ ગૃહ ઉદ્યોગમાં તો કોઇ ડ્રોન ઉડાવવામાં..., જુઓ સરકારી યોજનાઓએ કઇ રીતે મહિલાઓને બનાવી પગભર

વ઼ડોદરા બેઠક પર કોકડું ગૂંચવાયું
ભાજપ દ્વારા પહેલી યાદી જાહેર કર્યા બાદ ગુજરાતની બાકીની 11 લોકસભા બેઠક પર ભાજપની મજબૂત પકડ છે. પરંતું ભાજપ માટે વડોદરા, સુરત, મહેસાણા સીટ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવી હી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાથી પોતાની દાવેદારી પાછી ખેંચી લીધા બાદ હવે એવી ચર્ચા ચાલી રહી છે કે વડાપ્રધાનના ગૃહ મતવિસ્તારની બેઠક પરથી કોણ ચૂંટણી લડશે? રાજકોટમાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટિકિટ ન અપાતા પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 12 માર્ચે ગુજરાતની સૂચિત મુલાકાત પહેલા બાકીના 11 નામોની જાહેરાત થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદમાં સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ચર્ચા છે કે આ પ્રસંગે તેઓ ગુજરાતના તમામ 26 ઉમેદવારોને એકસાથે મળી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ