બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Arjun Modhwadia accuses the government of the corruption going on in the revenue department

આક્ષેપ / 'નાના માણસને 100 વારનો પ્લોટ નથી મળતો, જ્યારે...', રેવન્યુ વિભાગમાં ભ્રષ્ટાચારને લઇ આ શું બોલ્યા અર્જુન મોઢવાડિયા

Vishal Khamar

Last Updated: 04:57 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેવન્યુ વિભાગમાં ચાલતા ભ્રષ્ટ્રાચારને લઈ પોરબંદરના ધારાસભ્યએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, સૌથી વધુ ભ્રષ્ટ્રાચાર રેવન્યુમાં થાય છે. રાજ્ય સરકાર મોટા ઉદ્યોગગૃહોને જમીન આપે છે. તેમજ અહેવાલ બાદ કાર્યવાહી કરવાને બદલે સરકાર આરોપીઓને છાવરી રહી છે.

  • રેવેન્યુ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને લઇ અર્જુન મોઢવાડિયાનો સરકાર પર આરોપ 
  • રાજ્ય સરકાર મોટા ઉદ્યોગગૃહોને જમીન આપે છે:મોઢવાડિયા 
  • 'અહેવાલ બાદ કાર્યવાહી કરવાને બદલે સરકાર આરોપીઓને છાવરી રહી છે

 વિધાનસભામાં રેવન્યુ વિભાગમાં ચાલતા ભ્રષ્ટ્રાચારને લઈ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકાર પર આરોપ લગાવ્યા હતા કે, સૌથી વધુ ભ્રષ્ટ્રાચાર રેવન્યુ વિભાગમાં થાય છે. રાજ્ય સરકાર મોટા ઉદ્યોગોને જમીન આપે છે. તેમજ નાના માણસને 100 વારનો પ્લોટ પણ મળતો નથી.  સુરતના ઓલપાડમાં તળાવમાં ગેરકાયદે દબાણ છે.  ત્યારે અહેવાલ બાદ કાર્યવાહી કરવાને બદલે સરકાર આરોપીઓને છાવરી રહી છે. 

વધુ વાંચોઃ જૂનાગઢ તોડકાંડ કેસને લઇ ATS એક્શનમાં, જાણો તપાસનો રિપોર્ટ કોણે સોંપાયો

1805 તળાવમાં 1343.90 હેક્ટર જમીનમાં આ તળાવોનું ગેરકાયદેસર દબાણઃ અર્જુન મોઢવાડિયા
 તેમજ ગરીબ લોકોનો જે જમીનનું સંસાધન છે તેના પર અધિકાર હોવો જોઈએ.  પરંતું રાજ્ય સરકાર ઉદ્યોગગૃહોને જમીન આપે છે. 104 કરોડ ચો. મીટર જમીન છેલ્લા બે વર્ષમાં મોટા ઉદ્યોગપતિઓને આપી છે. નાન ઝૂંપડા તોડવામાં આવે છે. અને ઉદ્યોગપતિઓને સાચવે છે.  સુરત જીલ્લાના ઓલપાડ અને 84 તાલુકામાં જે જીંગાનાં તળાવો આવેલા છે.  જે મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં જે પીટીશન થઈ હતી.  જે સંદર્ભે કલેક્ટરને ડીઆઈએલઆર ડ્રીસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડની કચેરીએ જે અહેવાલ સોંપ્યો છે તે પ્રમાણે  ઓલપાડ તાલુકાના 14 ગામોની અંદર 1805 તળાવમાં 1343.90 હેક્ટર જમીનમાં આ તળાવોનું ગેરકાયદેસર દબાણ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ