બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ATS in action regarding Junagadh blast case

કાર્યવાહી / જૂનાગઢ તોડકાંડ કેસને લઇ ATS એક્શનમાં, જાણો તપાસનો રિપોર્ટ કોણે સોંપાયો

Vishal Khamar

Last Updated: 04:10 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ તોડકાંડ કેસમાં ગુજરાત ATS તપાસ તેજ કરી છે. જેમાં તરલ ભટ્ટના સહકર્મી રહેલા બે પોલીસ કર્મચારીનાં નિવેદન લેવામાં આવ્યા છે. તેમજ બંને પોલીસ કર્મચારીઓને તાજના સાક્ષી બનાવી દેવામાં આવ્યા છે.

  • જૂનાગઢ તોડકાંડ કેસમાં ગુજરાત ATSની તપાસ તેજ 
  • તરલ ભટ્ટના સહકર્મી રહેલા PI અને ASI નું નિવેદન લેવાયું 
  • કેસમાં અત્યારસુધી 50 લોકોના નિવેદન લેવાયા 

 જૂનાગઢ તોડકાંડના 3 આરોપી પૈકી પીઆઈ એ.એમ. ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને એટીએસ દ્વારા તાજના સાક્ષી બનાવી દેવામાં આવ્યા છે. કેસની ગંભીરતા જોતા એટીએસ દ્વારા બંને પોલીસ કર્મચારીઓના 164 મુજબ નિવેદન લઈ તરલ ભટ્ટે કેવી રીતે સમગ્ર કૌભાંડ આચર્યું તેની તમામ માહિતી એકત્રિત કરી હતી. જે બાદ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ એટીએસ દ્વારા બંને પોલીસ કર્મચારીઓનો તરલ ભટ્ટે માત્ર ઉપયોગ કર્યો હોવાનો રિપોર્ટ ગૃહ વિભાગમાં કર્યો હતો. તેમજ આ તોડકાંડમાં બંને કર્મચારીની કોઈ ભૂમિકા નહી હોવાનો પણ રિપોર્ટ કરવામાં આવશે. 

સમગ્ર કેસની તપાસ ATS ડીવાયએસપી કરી રહ્યા છે
જૂનાગઢ તોડકાંડ મામલે જૂનાગઢ રેન્જ ડીઆઈજી રિડર પીઆઈ એસ.એન. ગોહિલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જૂનાગઢ એસઓજી અને સાઈબર સેલના પીઆઈ એ.એમ. ગોહિલ, માણાવદરના સર્લક પીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.  આ સમગ્ર કેસની તપાસ એટીએસના ડીવાયએસપી શંકર ચૌધરી કરી રહ્યા છે. 

વધુ વાંચોઃ ખાનગી યુનિ.ઓમાં ગેરરીતિ આચરનારાઓની હવે ખેર નહીં, બે સમિતિની કરાઇ રચના

પોલીસ દ્વારા 50 થી વધુ લોકોના નિવેદન લીધા
જૂનાગઢ તોડકાંડમાં તરલ ભટ્ટ વિરૂદ્ધ કાર્યવાહી કરવા તેમજ કેસને મજબૂત કરવા માટે એટીએસ દ્વારા અત્યાર સુધી પોલીસ કર્મચારી, અધિકારી, બુકી, આંગડિયા પેઢીના માલિકો, તરલ ભટ્ટ તેમજ આરોપી પરિવારના સભ્યો મળીને 50 થી વધુ લોકોના નિવેદન લીધા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ