બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / Are you troubled by falling hair? So to stop falling adopt these home remedies you will get the best results.

આરોગ્ય / ખરતા વાળથી છો પરેશાન? તો ઉતરતા અટકાવવા માટે અપનાવો આ ઘરેલૂ ઉપાય, મળશે બેસ્ટ રિઝલ્ટ

Dinesh

Last Updated: 10:13 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલની લાઈફ સ્ટાઇલમાં વાળનું ખરવું એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાથી મહિલાઓ નહી પણ પુરુષો પણ ચિંતામાં છે પણ ચિંતાતો વધારે ત્યારે થાય છે જયારે વાળ દરેક સિઝનમાં ખરવા લાગે. વાળના ખરવાના ઘણાં કારણો છે.

વાળના ખરવાની સમસ્યાથી મહિલાઓ નહીં પુરુષો પણ ચિંતામાં છે. આ સ્ટ્રેસને વધારવાનું અને કોન્ફીડન્સને ઓછુ કરવાનું કામ કરે છે. ખાસ કરીને આજના સમયમાં જ્યાં સુંદરતા જ ખૂબ મહત્વ ધરાવે છે. લાંબા, જાડા, મુલાયમ વાળને સૌંદર્યનું પ્રતીક માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં લગભગ 20થી 30% મહિલાઓ પાતળા અને ખરતા વાળથી પરેશાન છે. મેનોપોઝ પછી આ આંકડો ઝડપથી વધે છે.

આશ્ચર્યની વાત એ છે કે 20% ભારતીય મહિલાઓ 30 વર્ષની ઉંમર પહેલા જ વાળ ખરવા લાગે છે. આમાં ફીમેલ પેટર્ન હેર લોસ (FPHL) નો હિસ્સો લગભગ 22% છે. જો કે વાળ ખરવાનું કારણ શરીરમાં કેટલાક જરૂરી પોષક તત્વોની ઉણપ પણ છે. તેમાં રિબોફ્લેવિન, બાયોટિન, ફોલેટ અને વિટામિન B12નો સમાવેશ થાય છે. વાળ ખરવાની સમસ્યાને દૂર કરવા માટે આ પોષક તત્વોની જરૂરિયાત અને અન્ય કારણોને પણ સમજવું જરૂરી છે.

વાળ ખરવાના કારણો 

મહિલાઓના વાળ કેટલાક કારણોથી ખરે છે. જેમાં વારસાગત મહત્વની ભૂમિકા ભજવે છે સાથે પ્રેગનન્સી, ડિલીવરી, મેનોપોઝ અને PCOS જેવી સમસ્યા થવાથી હોર્મોન્સમાં ઉતાર-ચઢાવના કારણે વાળ ખરવાનું કારણ બની શકે છે. આ સિવાય પોષણનો અભાવ, ખાસ કરીને આયર્ન, વિટામિન ડી, બી અને ઝિંકની ઉણપ વાળના સ્વાસ્થ્યને અસર કરે છે. તણાવ, બિનઆરોગ્યપ્રદ આહાર, વધુ પડતા આલ્કોહોલનું સેવન, ધૂમ્રપાન અને હેર ટ્રીટમેન્ટના કારણે ફોલિકલ્સ નબળા પડી જાય છે જેના કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે.

ઘરેલું ઉપાય 

ડુંગળીનો રસ : ડુંગળીનો રસ ખરતા વાળને રોકવામાં અત્યંત અસરકારક છે. આમાં સારી માત્રામાં સલ્ફર હોય છે જે સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને વધારે છે જેના કારણે વાળમાં ગ્રોથ થાય છે. સાથે જ ડુંગળીના રસમાં એન્ટી ફંગલનો ગુળ પણ હોય છે, જે સ્કેલ્પને લગતી સમસ્યાને દૂર કરે છે.

એલોવેરા : એલોવેરા જેલ ત્વચા અને વાળ બંને સંબંધિત સમસ્યાઓ માટે અસરકારક ઉપાય છે. આ વાળના વિકાસમાં મદદ કરે છે. આ સાથે, તેમાં ક્ષારયુક્ત ગુણધર્મો છે, જે વાળના પીએચ સ્તરને ઠીક કરવામાં મદદ કરે છે.

વધુ વાંચો : મેન્ટલ હેલ્થથી લઇને ડિજિટલ લાઇફના તણાવને પણ દૂર કરશે આ ટ્રિક, જાણો કઈ રીતે યુઝ કરશો

મેથી: ખરતા વાળની ​​સારવારમાં મેથી ખૂબ જ અસરકારક ઉપાય છે. મેથીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે વાળ ખરતા નિયંત્રિત કરે છે અને વાળના વિકાસમાં મદદ કરે છે.

ગ્રીન ટી : ખરતા વાળની સમસ્યાને દૂર કરવા તમે ગ્રીન ટીનો પણ ઉપયોગ કરી શકો છો.  એક કપ પાણીમાં ગ્રીન ટી મિક્સ કરીને માથા પર લગાવો. તેને એક કલાક માટે રહેવા દો અને પછી તેને ધોઈ લો. ગ્રીન ટીમાં એન્ટી-ઓક્સીડેન્ટની હાજરી વાળને ખરતા ઘટાડે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ