બ્રેકિંગ ન્યુઝ
આપણા જીવનમાં સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. આનું એક કારણ એ છે કે જે લોકો કામ માટે તેમના પરિવારથી દૂર રહે છે, તેઓ તેમનો મોટાભાગનો ફ્રી સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. એવામાં શરૂઆતમાં આ યુઝર્સને સોશિયલ મીડિયાથી કોઈ ખાસ નુકસાન થતું નથી, પરંતુ જ્યારે યુઝર્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની આદત લાગી જાય છે, ત્યારે તેમને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
ઘણા અભ્યાસોમાં એવું જોવામાં આવ્યું છે કે જ્યારે યુઝર્સ સોશિયલ મીડિયાના વ્યસની થઈ જાય છે ત્યારે તેઓ ચીડચીડા જાય છે અને તેમના માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. એટલે જો તમે અથવા તમારી આસપાસની કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયાના વ્યસની હોય, તો અહીં જાણી લો તેનાથી બચવાનાં ઉપાય, જેના કારણે ડિજીટલ લાઈફ પણ ઘટી જશે અને તેમને તેના કારણે થતા તણાવમાંથી પણ રાહત મળશે.
ADVERTISEMENT
આજના સમયમાં તમારે વીજળીનું બિલ ભરવું હોય કે ઘરનો સામાન લેવો હોય. લોકો આ બધું ઓનલાઈન શોધે છે. એકવાર તમે સોશિયલ મીડિયા પર કોઈ સર્વિસ વિશે સર્ચ કરી લો છો, પછી તમને તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનાથી સંબંધિત અન્ય સર્વિસની એડ્સ દેખાવા લાગે છે. જેના વિશે જાણવાની તમને ઈચ્છા થાય છે. આ પછી શરૂ થાય છે એક ચેઇન સિસ્ટમ, જેમાં યુઝર્સ પોતાના ફ્રી સમયમાં કાં તો સોશિયલ મીડિયા પર રહે છે અથવા તેમના અન્ય વેબસાઇટ્સ પર સર્ફ કરે છે.
ADVERTISEMENT
લોકો પોતાની જાતને ફિટનેસથી લઈને ટેક ફ્રી રહેવા સુધીના ઘણા પડકારો આપે છે, જેને તેઓ ઘણીવાર પૂરા કરી શકતા નથી. તાજેતરમાં જાહેર થયેલા ડેટારિપોર્ટલના ગ્લોબલ ઓવરવ્યુ રિપોર્ટ અનુસાર, 16-64 વર્ષના ઈન્ટરનેટ યુઝર્સ દરરોજ લગભગ 6 કલાક ઈન્ટરનેટ પર વિતાવી રહ્યા છે. સ્ક્રીનના વધુ પડતા ઉપયોગને ડિજિટલ એડિક્શન કહેવામાં આવે છે. તેનાથી બચવા માટે ઘણી વસ્તુઓ કરી શકાય છે. એનાથી તમારું ડિજિટલ વ્યસન જ નહીં ઘટે પરંતુ નવી આદતો બનાવવામાં પણ મદદ કરશે. તમે આમાંથી કોઇપણ એક વસ્તુથી શરૂઆત કરી શકો છો.
ADVERTISEMENT
ડિજિટલ લાઈફ અને સોશિયલ મીડિયાની લત છોડવી એ કોઈ મુશ્કેલ કામ નથી. આ માટે તમારે માત્ર થોડું સમર્પિત થવું પડશે અને સોશિયલ મીડિયા સિવાય પોતાને વ્યસ્ત રાખવા માટે અન્ય માધ્યમો શોધવા પડશે. અહીં અમે તમને સોશિયલ મીડિયાની લતથી છુટકારો મેળવવાની કેટલીક મહત્ત્વપૂર્ણ રીતો વિશે જણાવી રહ્યા છીએ.
ADVERTISEMENT
જો તમે સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવતા હોવ અને તેમાંથી બ્રેક લેવા માંગતા હો, તો તમે ધ્યાન અને યોગ કરીને તમારો ફ્રી સમય પસાર કરી શકો છો. તેનાથી તમને સકારાત્મક ઉર્જા સાથે અન્ય ઘણા ફાયદા થશે. જેમ કે તમારું માનસિક સ્વાસ્થ્ય મજબૂત બનશે અને તમારી ફિટનેસમાં પણ સુધારો થશે.
વધુ વાંચો: તમારા બાળકને છે વીડિયો ગેમ અને ફોનની કૂટેવ, રિસર્ચમાં મગજ ચકરાઈ જાય તેવું ખૂલ્યું
ADVERTISEMENT
તમારો ખાલી સમય પસાર કરવા માટે તમે સારા લેખકોના પુસ્તકો પણ વાંચી શકો છો. આ સિવાય જો તમે ધાર્મિક સ્વભાવના છો તો તમે તમારા ધર્મ અનુસાર ધાર્મિક ગ્રંથો પણ વાંચી શકો છો. આ ફક્ત તમારી સમજમાં વધારો નહીં કરે પરંતુ તમારા જ્ઞાનને પણ વિસ્તૃત કરશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.