બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / લાઈફસ્ટાઈલ / અન્ય જિલ્લા / આરોગ્ય / Aravalli district two days Six people died heart attacks

હેલ્થ એલર્ટ / અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં હાર્ટ એટેકથી છ લોકોના મોત

Ajit Jadeja

Last Updated: 03:52 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકે આતંક મચાવ્યો છે. માલપુર અને મેઘરજમાં બે જ્યારે સાઠંબા એક અને મોડાસામાં એકનું મોત થયું

Heart Attack arvalli: અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકે આતંક મચાવ્યો છે. જિલ્લામાં બે દિવસમાં હાર્ટ એટેકથી છ લોકોના મોત નીપજતા હડકંપ મચ્યો છે.  માલપુર અને મેઘરજમાં બે જ્યારે સાઠંબા એક અને મોડાસામાં એકનું મોત થયું છે. તેમના મોત થયા તેમની ઉમરની વાત કરીએ તો આ તમામ 23 વર્ષથી 73 વર્ષ સુધીના હતા. મૃતકમાં ચાર પુરુષ અને યુવતી અને એક મહિલા છે જેમનો હાર્ટએટેકએ જીવ લીધો છે. યાર્ડમાં અનાજ વેચવા માટે આવેલા 66 વર્ષીય ખેડૂત અચાનક ઢળી પડતા મોત નીપજ્યુ હતું.જિલ્લામાં સત્તત વધતાં હાર્ટ એટેકના કેસોથી ચિંતાનો માહોલ સર્જાયો છે.

 

અરવલ્લીમાં હાર્ટ ફેઇલ થવાનો સીલસીલો યથાવત

અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકના વધી રહેલા બનાવોથી જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.  બે દિવસમાં છ જણાના જીવ આ હાર્ટ એટેકે લીધા છે. માલપુરના આધેડ, મહિલા અને બાયડના સાઠંબામાં વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત નીપજ્યુ છે.  માલપુરમાં  ધીમંત ત્રિવેદીને હાર્ટ એટેક આવતા તેઓ અચાનક ઢળી પડ્યા હતા. પરિવારજનો કઇ સમજે એ પહેલા તો તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. જ્યારે બાયડના સાઠંબામાં 62 વર્ષીય પ્રવીણ દરજીનું પણ એકાએક હૃદય બંધ થતાં મોત થયું છે. બુધવારના જિલ્લામાં ત્રણ લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા આજ સીલસીલો સતત બીજા દિવસે પણ જોવા મળ્યા જેમાં ગુરુવારના પણ એક મહિલા સહિત 3 લોકોના મોત થયા છે. આજની આધુનિક જીવનશૈલીમાં યુવાઓમાં હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ વધી ગયું છે.

કોણ છે હાર્ટનું દુશ્મન ?

કોરોના મહામારી બાદ લોકોની જીવનશૈલીમાં મોટો બદલાવ આવ્યો છે ત્યારે કોરોના બાદ હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ વધ્યું છે. સમગ્ર દેશમાં અચાનક હાર્ટ એટેકથી મોતના બનાવો વધી રહ્યા છે. આપણે જોઇએ તો દેશમાં 28%થી વધારે મોત ફક્ત હાર્ટની બીમારીઓથી થાય છે. હવે સવાલ એ છે કે તેનાથી બચી કેવી રીતે શકાય? તો સૌથી પહેલા તો વર્કઆઉટ કરો. સાથે જ ઉંમરના દરેક સ્ટેજ પર હાર્ટને હેલ્ધી રાખવાનો ફોર્મુલા અપનાવો જેમ કે 20ની ઉંમક સુધી સ્મોકિંગ બિલકુલ ન કરો. તેનાથી સ્ટ્રોકનો ખતરો 4 ગણો વધી જાય છે. 30-40ની ઉંમરમાં કરિયર અને ફેમિલીની વચ્ચે બેલેન્સ બેસાડવામાં ટેન્શન વધે છે. લાંબા સિટિંગ વર્કિંગ આવર્સથી હાર્ટ ડિઝિઝનો ખતરો 34% વધી જાય છે. તો તેનાથી બચો અને રૂટીન ટેસ્ટ કરાવતા રહો. 50-60ની ઉંમરમાં શુગર બીપી કોલેસ્ટ્રોલ સ્થૂળતા વધવા લાગે છે તો તેને કંટ્રોલ કરો. જેનાથી હાર્ટ પર આ બીમારીઓની અસર ન પડે. 70ની ઉંમરમાં એકલતા હાવી થઈ જાય છે જે હાર્ટની દુશ્મન બની જાય છે. આટલું જ નહીં જે લોકો દરરોજ 5 કલાકથી વધારે મોબાઈલ યુઝ કરે છે તો આ આદત પણ હાર્ટને બીમાર બનાવી શકે છે.   

સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો

અતિશય પરસેવો, ઉબકા અથવા ઉલટી થવી, ચક્કર ખૂબ થાક લાગવો, સૂતી વખતે અથવા આરામ કરતી વખતે આ સમસ્યાઓ વધુ અનુભવાય છે

પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો

છાતીનો દુખાવો, છાતીમાં ઘણું દબાણ અનુભવવું, બેચેનીનો અનુભવ, પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો કેમ અલગ-અલગ હોય છે?


હાર્ટ એટેકથી કેવી રીતે બચી શકાય? ઓળખો લક્ષણ 

ચેસ્ટપેન 
ખભામાં દુખાવો 
અચાનક પરસેવો આવવો 
હાર્ટ રેટ વધવી 
થાક-બેચેની 
શ્વાસમાં મુશ્કેલી 


હાર્ટ હેલ્ધી રહેશે, કંટ્રોલ રાખો આ બીમારી 

બ્લડ પ્રેશર, 
કોલેસ્ટ્રોલ,
શુગર લેવલ 
બોડી વેટ 

હાર્ટને હેલ્ધી બનાવે છે દૂધી

દૂધીનો સૂપ 
દૂધીનું શાક 
દૂધીનો જ્યુસ

હાર્ટ માટે સુપરફૂડ્સ 

અળસી 
લસણ 
તજ
હળદર 

હાર્ટ થશે મજબૂત 

અર્જુનની છાલ- 1 ચમચી 
તજ- 2 ગ્રામ 
તુલસી- 5 પાન 
ઉકાળીને ઉકાળો બનાવી લો 
રોજ પીવાથી હાર્ટ હેલ્ધી રહેશે. 

યુવાઓમાં હાર્ટ પ્રોબ્લેમ 

40ની ઉંમરમાં કાર્ડિયક અરેસ્ટ 
5 વર્ષમાં વધ્યા 53% હાર્ટના કેસ 
Irregular હાર્ટ બીટ સૌથી મોટી સમસ્યા 

વધુ વાંચો: શરીરના અન્ય પાર્ટ્સને છોડી દારૂ કેમ લીવર પર જ કરે છે એટેક? સામે આવ્યું ચોંકાવનારું કારણ

હેલ્ધી હાર્ટ માટે ડાયેટ પ્લાન 

પાણીનું પ્રમાણ વધારો 
મીઠુ ઓછુ કરો
ફાઈબર વધારે લો 
નટ્સ જરૂર ખાઓ 
આખો અનાજ ખાઓ 
પ્રોટીન જરૂર લો 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ