બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anyone can now become a farmer. The government has accelerated the process of drastic changes in the Act

ગુડ ન્યુઝ / હવે ગુજરાતનો કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકશે, ગણોતધારાના કાયદામાં કરાશે ધરખમ ફેરફારો

Vishal Khamar

Last Updated: 04:30 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા ગણોતધારા કાયદામાં ફેરફાર કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. તેમજ અન્ય રાજ્યોની સ્થિતિનો અભ્યાસ કરવા માટં અધિકારીઓને ગુજરાત બહાર મોકલવામાં આવ્યા છે. તેમજ જૂની શરતની અને નવી શરતની જમીનની હાલની વ્યવસ્થાને સરળ કરી દેવાશે.

સંજય વિભાકર: ગુજરાતમાં હાલના ગણોતધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા માટેની કવાયત તેજ થઈ છે. એટલુ જ નહી, જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તખ્તો પણ ઘડાઈ રહ્યો છે. આ કાયદામાં શું અને કેવા પ્રકારના ફેરફારો થઈ શકે તેમ છે તેનો અભ્યાસ કરવા માટે સરકાર એક કમિટી બનાવી છે. કમિટી આગામી મહિને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે. ત્યાર બાદ એટલે કે, લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં હાલના ગણોતધારાના કાયદામાં આમુલ ફેરફારો નિશ્ચિત દેખાઈ રહ્યાં છે. જો આ ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે. હાલના જમીનના કાયદામાં ફેરફારો એ રીતે કરાશે કે જેથી સરકારને પ્રિમિયમની આવકમાં કોઈ ફેર તો ન જ પડે પણ તેની આવક પણ વધી જાય.

ફાઈલ ફોટો

હાલમાં જૂની શરતની જમીનને નવી શરતમાં ફેરવવા માટે કેટલી અરજીઓ આવી રહી છે
અત્યારે ગુજરાતમાં ગણોતધારાના કાયદામાં તેમજ જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે. જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગુંચવણો છે. તેનુ પ્રિમિયમ ભરવામાં પણ નાગરીકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે. જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલાનો મલાઈ ખાવાની મજા પડી ગઈ છે. બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી. કેમકે ખેડૂતો પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે. ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી. જો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌ પ્રથમ તેને બિનખેતી કરવી પડે. જેમાં કુલ જમીનના જંત્રીના 35થી 40 ટકા જેટલુ સરકારને પ્રિમિયમ ભરવુ પડે. અન્ય કેટલોક ખર્ચ પણ થાય છે. ત્યાર બાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈપણ વ્યક્તિને વેચી શકાય છે. આ સ્થિતિમાં મોટાભાગે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે.

આ સંદર્ભમાં સરકારમાં અનેક વખતે કશુક કરવાની રજૂઆતો થઈ છે. આ વખતે સરકારે પણ કોઈ ઠોસ પગલા ભરવાનુ મન બનાવી લીધુ છે. જેથી સરકારે ત્રણથી ચાર મહિના પહેલા જ નિવૃત્ત મહેસુલ સચિવ સી એલ મીનાના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે. હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે. જિલ્લાના અધિકારીઓ પાસેથી મીના ફીડબેક લઈ રહ્યા છે. કઈ કઈ કલમો વધારે કડક છે, તેમા હવે કેવા ફેરફારો કઈ શકાય. હાલમાં જૂની શરતની જમીનને નવી શરતમાં ફેરવવા માટે કેટલી અરજીઓ આવી રહી છે. તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે. તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે. 

ફાઈલ ફોટો

કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનુ બિલ લાવવુ પડશે
કમિટીના સભ્યો જૂદા જૂદા કલેક્ટરો,જમીનના માલિકો અને જમીનના કાયદાના જાણકારો સાથે સતત મીટીંગો કરીને વિવિધ જાણકારી મેળવી રહ્યાં છે. એટલુ જ નહી. કેટલાક સભ્યોને ગુજરાતની બહાર અન્ય રાજયોમાં પણ મોકલાયા છે. તેઓ ત્યાં જઈને ત્યાંના ગણોતધારાના કાયદાની જૂદી જૂદી કલમો અંગેની જાણકારી મેળવી રહ્યા છે. ત્યાર બાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કઈ રીતે થઈ શકે તેનો અહેવાલ તૈયાર કરીને કમિટીને આપશે. ત્યારબાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે. અહેવાલને આધારે સરકાર આ સંદર્ભમા કોઈ નિર્ણય કરશે.  સચિવાલયના સૂત્રો જણાવે છે કે, આગામી એક મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારની લીલી જંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફારો કરવાનો નિર્ણય જાહેર કરાશે.કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનુ બિલ લાવવુ પડશે. ઓર્ડિનન્સ પણ લાવી શકાય. 

હાલમાં કોઈ નાગરીકને ખેડૂત થવુ હોય તો ના થઈ શકે
અત્યારે સ્થિતિ એવી છે કે, જે પરિવારમાં દાદા-પિતા કે પર દાદા ખેડૂત હોય તો તેના પરિવારના સભ્યો જ ખેડૂત ગણાય છે. એટલે કે, માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે. જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ. એ સિવાયના અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી. જાણકારો કહે છે કે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણાતધારોનો કડક કાયદો છે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં આ કાયદો છે પરંતુ એટલો બધો કડક નથી. મોટાભાગના રાજ્યોમાં ગણોતધારાનો કાયદો ખુબ જ સરળ છે. કોઈ મોટી ગુંચવણો નથી, ઘણી છૂટછાટો મળે છે.

વધુ વાંચોઃ શેત્રુંજી ડેમનું ઓવરફ્લો પાણી દરિયામાં જતું અટકાવવા ગ્રામજનો મેદાને, જાણો શું માંગ કરી?

કાયદામાં ફેરફાર બાદ ઉધોગ ગૃહો માટે ખેતીની જમીનની ખરીદીનો માર્ગ સરળ
ગુજરાતમાં જો ગણોતધારાના કાયદામાં ધરખમ ફેરફારો થશે તો ગુજરાતના જ મોટા ગજાના કેટલાય બિલ્ડરો અને ઉધોપગપતિઓ માટે ખેતીની મોટી જમીનની ખરીદી માટેનો માર્ગ મોકળો થઈ જશે. આ કાયદામાં ફેરફારો થયા બાદ મોટા ઉધોગગૃહો ખેતીની મોટી જમીન ખરીદી લેશે. એટલે કે જમીનના ભાવમાં પણ અસાધારણ વધારો થઈ થશે. તેમજ ખેતીની જમીનનુ વેચાણ થયા બાદ તેના પર કોંક્રીટના જંગલો ઉભા થવાનુ જોખમ પણ ઉભુ થશે. આ અંગે કમિટીના સભ્યો અને અમુક અધિકારીનો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા પણ તેઓ કમિટીની મીટીંગમાં વ્યસ્ત હોવાનુ કહીને આ અંગે કશુ બોલવાનો ઈન્કાર કર્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ